Rajkot News: તેલના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો થયો. એક જ સપ્તાહની અંદર તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. તહેવાર ટાણે જ તેલના ભાવમાં વધારો કરતા લોકોના ખિસ્સા પર અસર થશે. કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો. એક સપ્તાહની અંદર બીજી વખત તેલના ભાવ વધ્યા છે. કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 75નો વધારો થયો છે. જ્યારે પામોલીન તેલમાં 60 રૂપિયાનો વધારો થયો. તેલના ભાવ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 1790થી વધીને 1885 થયો. અને પામોલીન તેલનો ડબ્બો 1605થી વધીને 1685 થયું. રાયડાના તેલમાં પણ રૂપિયા 50 નો ભાવ વધારો તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો.

તેલના ભાવ વધારાનું કારણ ભારે વરસાદ માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થયો. જો કે ભારે વરસાદને કારણે તેલીબીયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો. વરસાદના કારણે તેલીબીયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને સરકાર દ્વારા સર્વે પણ હાથ ધરાયો છે. આ સર્વે બાદ ખેડૂતોને જરૂરી સહાય કરવામાં આવશે. જો કે હાલમાં તેલ કંપનીઓએ તેલના ભાવ વધારો કરતાં ખેડૂતોને તેમના પાક મુજબ નફો મળશે કે કેમ તેને લઈને ચિંતિત છે.

ગુજરાતમાં અષાઢ મહિનાથી તહેવારોની ઉજવણીની શરૂઆત થાય છે. ત્યારે તહેવારોમાં લોકો પોતાના ઘરે પકવાન અને વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણતા હોય છે. હાલમાં એકબાજુ જ્યાં શાકભાજી અને જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો છે ત્યારે તેલની કિમંતોમાં વધારો ગૃહિણીઓને જરૂર રડાવશે. અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યા છે આગામી સમયમાં શ્રાદ્ધપક્ષ અને તેના બાદ નવરાત્રિ તહેવારની ઉજવણી થશે. અને આવા સમયટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકતા તેલ વગર ગુજરાતીઓની રસોઈનો સ્વાદ કડવો થશે.
7 સપ્ટેમ્બર – સિંગતેલમાં 60 રૂપિયા અને કપાસિયા તેલમાં 70 રૂપિયા
29 જુલાઈ – 80 રૂપિયાનો વધારો
16 જુલાઈ – 40 રૂપિયાનો વધારો
4 જુલાઈ – 70 રૂપિયાનો વધારો
29 જુન – 30 રૂપિયાનો વધારો
5 મે- 10 રૂપિયાનો વધારો
આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત
આ પણ વાંચો: જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર
આ પણ વાંચો: જૂનાગઢ બાદ બનાસકાંઠામાં પણ દોઢ કિલો સોનાની સનસનાટીભરી લૂંટ
