Woman respect matter/ સ્ત્રી સન્માન, મણિપુર મુદ્દે બબાલઃ પણ કાશ્મીર સહિત બીજા મુદ્દે મૌન કેમ

મણિપુરની ઘટનાની સમગ્ર ભારતમાં Woman respect matter નોંધ લેવાઈ અને વિપક્ષથી માંડીને ન્યાયંતત્ર સુધી બધાએ તેના આકરા પ્રત્યાઘાત આપ્યા. મણિપુરની એક ઘટનાનો વિડીયો વાઇરલ શું થયું સમગ્ર ભારત મણિપુરની માળા ઝપવા લાગ્યું.

Mantavya Exclusive

મણિપુરની ઘટનાની સમગ્ર ભારતમાં Woman respect matter નોંધ લેવાઈ અને વિપક્ષથી માંડીને ન્યાયંતત્ર સુધી બધાએ તેના આકરા પ્રત્યાઘાત આપ્યા. મણિપુરની એક ઘટનાનો વિડીયો વાઇરલ શું થયું સમગ્ર ભારત મણિપુરની માળા ઝપવા લાગ્યું.

પણ આ ઘટના શું ફક્ત મણિપુર પૂરતી જ સીમિત છે, મહિલાઓ પર અત્યાચાર કયા નથી થતા, વાત ફક્ત વધતા ઓછા પ્રમાણની જ રહી છે. દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ સામે જ છે, તે શું છે. હમણા થોડા સમય પહેલા મુંબઈમાં મહિલાને તેના જ બોયફ્રેન્ડે કાપીને બેગમાં મૂકી આવ્યો, જ્યારે આવી જ ઘટના ચેન્નાઈમાં બની હતી. સુરતમાં એક મંદબુદ્ધિના આશિકે તેને વશ ન Woman respect matter થનારી તેની પ્રેમિકાનું ગળુ સરેઆમ કાપી નાખ્યું. કાશ્મીરમાં મહિલાઓની આખી એક પેઢી અત્યાચારનો સામનો કરતાં ગુજરી, મહિલાઓ પર બળાત્કાર કરીને તેને રીતસર આરીથી કાપી નાખવામાં આવતી હતી.

આ બધા જ સમયે મૌન રહેલી આપણી સંવેદનાઓ મણિપુર મુદ્દે કેમ અચાનક ઉછળી પડી. શું શ્રદ્ધા મર્ડરથી લઈને મુંબઈમાં હત્યા કરી દેવાઈ તે મહિલા, ચેન્નાઈમાં મારી નંખાઈ તે મહિલા, કાશ્મીરમાં સેકંડો મહિલાઓને બળાત્કાર કરીને ખતમ કરી દેવાઈ આ બધા મુદ્દે આ જ વિપક્ષ તથા પ્રસારમાધ્યમો ચૂપ કેમ ન હતા. તે સમયે આ બધી ઘટનાઓને કેમ ચાદર તળે સંતાડી દેવાઈ. Woman respect matter તે સમયે કેમ તંત્રની નબળાઈ, આતંકવાદીઓ, હેવાન, મંદબુદ્ધિનો વ્યક્તિ જેવા ઓઠા હેઠળ ઘટનાઓને ચાદર નીચે સૂવડાવી દેવાઈ. કાશ્મીરની ઘટનાઓએ અંગે આપણી આંખ કાશ્મીર ફાઇલ્સ જોયા પછી જ ખૂલી. બસ ત્યાં સુધી આપણે આપણે મસ્ત મજાની નીંદર લેતા જ રહ્યા. આપણે તકલીફ જ એ છે કે કોઈપણ સમસ્ય આપણા ઘર સુધી ન આવે ત્યાં સુધી આપણી આંખ ઉઘડતી જ નથી.

મણિપુરની ઘટના અંગે સુઓ મોટો કરવા ઉતરી આવેલી સુપ્રીમ કોર્ટ કાશ્મીરના નરસંહાર વખતે ન્યાયની દેવીની આંખ પર લગાવેલો આંધળો પટ્ટો પહેરેની બેસી રહેલી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટમાં કેમ એટલી તાકાત Woman respect matter ન હતી કે કાશ્મીરમાં આટલા મોટાપાયા પર નરસંહાર ચાલે છે તો સુઓ મોટો લઈને કેન્દ્રને તાકીદના પગલા લેવાની તાકીદ કરે. આટલી બધી ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટ ફક્ત મણિપુરની ઘટનાને લઈને જ કેમ સુઓ મોટો કરવા તૈયાર થઈ. ફક્ત નજરે જોવા મળી એટલે.

આનો અર્થ તો હવે એવો થાય કે દરેક અપરાધીએ Woman respect matter પોતાની જ યુટ્યુબ ચેનલ કરી તેના અપરાધનો વિડીયો તેના પર નાખી દેવો જોઈએ. આમ આતંકવાદી સંગઠન હત્યા કરીને પછી પોતાની જવાબદારી લે છે પણ તેઓએ પણ હવે તેમણે કરવાનું છે તે કરી તેનો વિડીયો યુટ્યુબ પર નાખી દેવો જોઈએ, તેના પછી જ તંત્રની આંખ ઉઘડશે. ફક્ત એક ઘટનાનો વિડીયો વાઇરલ થયો ત્યારે દેશ જાગે છે, પણ પોતાની જ ગલી કે આંગણામાં રહેતી યુવતી કે મહિલાને સન્માન ક્યારે આપશે. કમસેકમ તેનું સન્માન જાળવશે. દહેજમાં ખપ્પરમાં દર વર્ષે હોમાતી હજારો મહિલાઓ, કેટલીય સ્ત્રીઓ દ્વારા લગ્ન પછી દહેજના કારણે કરવામાં આવતી આત્મહત્યાના લીધે સ્ત્રી સન્માનને ઠેસ નથી પહોંચતી. તે સમયે કેમ કોઈ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લેતી નથી. હવે આ મહિલાઓએ પણ આત્મહત્યા કરતાં પહેલા તેમના વિડીયો મૂકવા પડશે કે શું. આ સિવાય ફેસબૂક પર તેમની આત્મહત્યાનો વિડીયો લાઇવ કરીને તેના કારણો જણાવી આત્મહત્યા કરવી પડશે, પછી જ તંત્ર જાગશે.

ત્રણ-ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારથી લઇને Woman respect matter કિશોરી બને ત્યાં સુધી યુવતી પર આચરવામાં આવતો બળાત્કાર, પોતાના કુટુંબને પાળવા માટે નોકરી કરવા જતી મહિલાની છેડતી, મહિલાનું અપહરણ, શોષણ અને અત્યાચાર દરેકને દરેક સ્વરૂપમાં થાય છે. દરરોજે બળાત્કારની કેટલીય ઘટનાઓ બને છે તે મુદ્દે ક્યારેય સુઓ મોટો થાય છે ખરી, ફક્ત દિલ્હીમાં નિર્ભયા જેવો કાંડ થાય પછી જ તંત્રની આંખો ખૂલે છે અને તે પણ થોડા સમય માટે.  કહેવાનું તાત્પર્ય એ છે કે મણિપુરમાં બનેલી ઘટના ફક્ત એક જ ઘટના નથી ભારતમાં ઠેર-ઠેર અને ગલીએ-ગલીએ મણિપુર છે, તેને Woman respect matter ડામવા માટે કયુ તંત્ર આગળ આવશે. ફક્ત મંદિરોમાં દેવી તરીકે પૂજા કરવાથી વાત પૂરી થવાની નથી, તેના પ્રત્યેનું સન્માન વાસ્તવિક સ્વરૂપમાં પણ ઉતારવું પડશે. નહી તો હિંસાથી લઈને શોષણના દરેક દોરમાં સ્ત્રી સૌથી પહેલો ભોગ બનશે. દિલ્હીમાં નિર્ભયા કાંડ પછી કશું અટક્યું નથી, આ જ રીતે મણિપુર કાંડ પછી પણ કશું અટકવાનું નથી, જ્યાં સુધી વ્યક્તિગત, કુટુંબ અને સામાજિક સ્તરે સ્ત્રી સન્માનની ભાવનાને કેળવવામાં નહી આવે ત્યાં સુધી આવા નિર્ભયાકાંડ, કાશ્મીર જેવા હિંસાના બનાવ અને ઠેર-ઠેર મણિપુર થતાં જ રહેવાના. તેમા કોઈપણ તંત્ર કે કોર્ટ કશું જ નહી કરી શકે.

 

આ પણ વાંચોઃ Joonagadh-heavyrain/ગીરનાર પરથી પાણી આવતા જૂનાગઢનો મોટાભાગનો હિસ્સો પાણીમાં

આ પણ વાંચોઃ મકાન ધરાશાયી/જૂનાગઢમાં મકાન ધરાશાયી ઘટનામાં 4 લોકોના મોત, રાજય સરકારે વળતરની કરી જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી

આ પણ વાંચોઃ Banas Dairy/બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, લેવાયા આ નિર્ણયો

આ પણ વાંચોઃ Rajkot Hirasar Airport/વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ

આ પણ વાંચોઃ ભાવનગર તોડકાંડ/ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહને રાહતઃ જામીન મંજૂર કરાયા