મકાન ધરાશાયી/ જૂનાગઢમાં મકાન ધરાશાયી ઘટનામાં 4 લોકોના મોત, રાજય સરકારે વળતરની કરી જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી

શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત નિપજયા છે

Top Stories Gujarat

જૂનાગઢમાં ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનમાં ચાર લોકો દટાયા હોવાની સંભાવના છે. શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત નિપજયા છે. આ કાટમાળમાં ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં બે બાળકો અને બે પુરૂષોના મૃતદેહ મળી આવ્યા હતા. સાત કલાકની ભારે  કામગીરી બાદ પણ કોઇ બચી શકયા ન હતા. આ મકાન ધરાશાયી થતાં રાજ્ય સરકારે સંવેદના વ્યકત્ કરીને 4 લાખ વળતરની જાહેરાત કરી છે.

રાજયના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મકાન ધરાશાયી થતા 4 લોકોના મોત નિપજતા ટ્વિટર પર સંવેદના વ્યકત કરી હતી અને 4 લાખના વળતરની જાહેરાત કરી હતી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લખ્યું કે- જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.