અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ AMC અને ટ્રાફિક પોલીસ નવા નવા પ્રયોગો કરી રહી છે. જેનાથી અકસ્માત થતા અટકાવી શકાય. સાથે સાથે શહેરમાં રુલબેકર લોકોએ હવે સાવધાન થઇ જવાનું જરૂર છે. જો તમે રોંગ સાઈડમાં કાર, બાઈક કે અન્ય કોઈ પણ વાહન લઈને જશો તો તમરુ ખીસું ખાલી થવાનું નક્કી છે. સાથે સાથે તમારી ગાડીનાં ટાયર પણ ફાટવાનુ નક્કી જ છે. રોંગ સાઈડ પરથી આવતા વાહનોના ટાયર ફાટી જાય તે પ્રકારના સંસાધનો AMC ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્સ્ટોલ કરાઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, હાલ AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના અનેક વિસ્તારોમાં ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. હાલ ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર લગાવ્યા આવ્યા છે. જો આ પ્રયોગ સફળ થશે તો પૂરા અમદાવાદમાં આ પ્રકારના ટાયર કિલર સ્પીડ બ્રેકર બમ્પ લગાવવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની ટીમ બનાવી
એસજી હાઇવેના પકવાન ચાર રસ્તાથી થલતેજ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, વૈષ્ણોદેવી સર્કલ સુધીના રસ્તા પર, વહીવટીતંત્રે ટ્રાફિક નિયંત્રણ લાગુ કરવા અને પાર્કિંગ દૂર કરવા માટે અમલીકરણ અધિકારી તરીકે ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ સહાયક ટીડી મોહન રાઠોડની નિમણૂક કરી છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ વિસ્તારના મદદનીશ મ્યુનિ. કમિશનર યતીન્દ્ર નાયક સુપરવાઇઝરી ઓફિસર રહેશે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર હિતેશ ચૌહાણને ઉજાલા સર્કલથી પ્રહલાદનગર, ઇસ્કોન ચાર રસ્તાથી SG હાઇવે પર પકવાન ચાર રસ્તાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હિતેશ ચૌહાણ, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પૃથ્વી સિંહ ઝાલા, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, દક્ષિણ-પશ્ચિમ ઝોનની રોડ એન્ફોર્સમેન્ટ (અમલીકરણ) અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ
