રાજકોટમાં ઝડપાયેલ આતંકીઓના તાર જેતપુર પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સેફ નવાઝ નામનો આંતકી 5 વર્ષ સુધી જેતપુરમાં રહીને સોની કામ કર્યું છે. બંગાળી ભાઈઓ મહંમદ ખેરુદીન અને શાહબુદ્દીન શેખને ત્યાં આ આતંકી 5 વર્ષ સુધી રહ્યો હતો.
આતંકી સેફ નવાઝ 9 માસથી રાજકોટમાં કામ કરતો હતો. જેમાં જેતપુર પોલીસના ચોપડે એક પણ કારીગરની નોંધ થઇ નથી. સોનીબજારમાં ઝડપાયેલા આતંકીઓના મામલે રાજકોટથી ઝડપાયેલા આતંકીઓના તાર જેતપુર પહોચ્યા છે. અલકાયદા માટે કામ કરતો આતંકી જેતપુરમાં 5 વર્ષ રહ્યો હતો. જેમાં સેફ નવાઝ જેતપુરમાં રહી પાંચ વર્ષ સુધી સોની કામ કરતો હતો. જેતપુરના મહમદ ખેરુદીન અને શાહબુદ્દીન શેખ નામના બંગાળી ભાઈઓને ત્યાં પાંચ વર્ષથી રહી સોની કામ કરતો હતો. હાલ સોની કામમાં મંદી આવતા શાહબુદ્દીને રાજકોટમાં સોની કામ શરૂ કર્યું હતું
આતંકી સેફ નવાઝ પણ 9 મહિનાથી રાજકોટ આવી કામ કરી રહ્યો હતો. જેતપુરના ૩૦૦ જેટલા બંગાળી કારીગરો અને 6૦ હજાર પરપ્રાંતીઓ કામ કરે છે. ત્યારે જેતપુર પોલીસના ચોપડે એક પણ કારીગરની નોંધ નથી.
પોલીસ તપાસમાં આતંકીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા 9 મહિનાથી રાજકોટ રહેતા હતા. સમગ્ર મામલે પોલીસે હથિયારો ક્યાંથી આવ્યા અને હથિયારો કોણ સપ્લાય કરી રહ્યું છે તેને લઇને તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ બાંગ્લાદેશમાં સક્રિય થયેલા અલકાયદાના હજુ કેટલા હેન્ડલર ગુજરાત અને દેશના ખુણે ખુણે છુપાયેલા છે તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલિંગ કર્યું છે. પોલીસે જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે. એ-ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપનાર મકાન માલીકો સામે ગુના દાખલ કર્યા છે.
પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી AK-47 ચલાવવાની તાલીમ લેતા હતા. એટલું જ નહીં આ આતંકીઓએ પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા છે. જન્માષ્ટમીની ભીડનો ઉપયોગ કરીને આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, અમન મલ્લીક નામનો આતંકી છેલ્લા એક વર્ષથી ટેલીગ્રામ એપ્લિકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલ એવા અબુ તલ્હા ઉર્ફ ફુરસાન નામની ઓળખાણ ધરાવતા ઈસમ સાથે સંપર્કમાં હતો. તેમજ તેના દ્વારા કહેવાથી જ અમન અલકાયદા સાથે જોડાયો હતો.
AST દ્વારા આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ મોબાઇલ ફોન ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ત્રણેય ઈસમો વિરોધ ATS અદ્વરા ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં ઇન્ડીયન પીનલ કોડ કલમ 121 ક, તથા આર્મ એક્ટની કલમ 25 (1B) A સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. જો કે આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે બે સોમવારે રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા.
આ પણ વાંચો:પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ
આ પણ વાંચો:ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’
આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં ટીમની સુરક્ષાની લેખિત ગેરંટી માંગી
આ પણ વાંચો: જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
