Banaskantha Accident/ બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ રામજીયાણી પાટિયા પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં રાજસ્થાનથી આવતી કારે રોડ બાજુએ ઉભેલા દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ફંગોળતા બંનેના કરૂણ મોત નીપજ્યા છે.

Top Stories Gujarat

બનાસકાંઠા: અમદાવાદમાં તથ્યની ઘટના પરથી Banaskantha Accident હજી પણ કોઈ બોધપાઠ લીધો લાગતું નથી. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ રામજીયાણી પાટિયા પાસે નેશનલ હાઇવે પર સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં રાજસ્થાનથી આવતી કારે રોડ બાજુએ ઉભેલા દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ફંગોળતા બંનેના કરૂણ મોત નીપજ્યા છે. માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા તે સમગ્ર ઘટના ફાર્મ હાઉસના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.

પોલીસે આ સીસીટીવી કેમેરાના સથવારે કારચાલકની Banaskantha Accident  ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે. દાદા અને પૌત્રની પાછળ ત્રીજુ બાળક પણ દોડી રહ્યુ હતુ. જોકે, તે આ લોકો પાસે પહોંચે તે પહેલા જ કારે દાદા-પૌત્રને ઉડાવી દીધા હતા. જેથી ત્રીજા બાળકનો આબાદ બચાવ થયો છે.

અમીરગઢ પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. જે બાદ Banaskantha Accident  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ત્યાં આવેલા ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ સીસીટીવી ફૂટેજ જોઇને કોઇને પણ ધ્રુજારી છૂટી શકે છે.

નોંધનીય છે કે, આજે સવારે દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સર્જાયેલા Banaskantha Accident  એક અકસ્માતમાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પીકઅપ વાન ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ, આ અકસ્માતની તસવીરો પણ ચોંકાવનારી છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરે બાઇક પર સવાર બે લોકોને ઇજા પહોંચી છે.

 

આ પણ વાંચોઃ Caretaker Government Paksitan/ પાકિસ્તાનમાં રચાઈ કેરટેકર સરકાર… કેટલી સત્તા હોય છે તેની પાસે, શું નિર્ણય લઈ શકે છે?

આ પણ વાંચોઃ Pakistan Petrol-Diesel Price Rise/ પેટ્રોલ રૂ. 290 પ્રતિ લીટર… પાકિસ્તાને અડધી રાત્રે ભાવમાં રૂ. 18નો કર્યો વધારો, લોકોમાં આક્રોશ

આ પણ વાંચોઃ Independence Day/ બુર્જ ખલીફા ત્રિરંગાના રંગમાં રંગાયુ,જુઓ રાષ્ટ્રગીત સાથેનો વીડિયો

આ પણ વાંચોઃ England/ બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!

આ પણ વાંચોઃ Independence Day/ પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય અપમાન! બુર્જ ખલિફા પર પાકિસ્તાની ધ્વજ પ્રદર્શિત કરવાનો સ્પષ્ટ ઇનકાર, જ્યારે રાત્રે 12 વાગ્યે ટાવર