- જે પી નડ્ડા દમણ પહોંચતા દમણ ભાજપ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
- ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઈ
- ભાજપના બે દિવસીય ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદમાં રહેશે ઉપસ્થિત
- આ સંમેલનમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ ,ગુજરાત,ગોવા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના
- પ્રમુખો રહેશે ઉપસ્થિત
- ભાજપ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખો ને અપાશે માર્ગદર્શન…
- કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા અપાશે માર્ગદર્શન
- 2024 ની લોકસભા ચૂંટણી અને સ્થાનિક વિધાનસભાની ચૂંટણી અંગે પણ થઈ શકે છે ચર્ચા
- રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ વખત દમણ આવી રહેલા હોવાથી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલા
ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીએકવાર એટલે કે ત્રીજી ટર્મમાં પણ pm બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે બે દિવસની દમણની મુલાકાતે આવ્યા છે. ભાજપના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના બે દિવસીય ક્ષેક્ષીય પંચાયતના રાજ પરિષદમાં ઉપસ્થિત રહેશે. આ ખાસ સંમેલનમાં છત્તીસગઢ,મધ્યપ્રદેશ,ગુજરાત, મહારાષ્ટ અને સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરા નાગર હવેનીના જિલ્લા પંચાયતો ખાસ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખોને ખાસ માર્ગદર્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજયની યોજનાઓ જનતા સુધી લઇ જવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ ખાસ ચર્ચા થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દમણ આવ્યા હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
