આજરોજ ઉતરાખંડમાં ખીણમાં બસ પડવાની દુર્ઘટનાના કારણે જીવ ગુમાવનાર ગુજરાતી યાત્રિકો ના આત્માને પરમેશ્વર શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરી હતી.વધુમાં પાટીલ એ જણાવ્યું હતું કે જે યાત્રિકો ને વધુ ઈજા થઈ છે અથવા તો હજુ એમના રેસ્ક્યુ થઈ રહ્યા છે એવા યાત્રિકો માટે ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં રહેવા દેશના વડાપ્રધાન ના કાર્યાલય માંથી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈજાગ્રસ્ત ને તાત્કાલિક ઉતરાખંડ સરકારના હેલિકોપ્ટરમાં એઇમ્સમાં લઈ જવામાં આવે તેવી પણ વ્યવસ્થા વડાપ્રધાન કાર્યાલયથી કરવામાં આવી છે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં છે અને તે અંગે પળે પણ ની માહિતી લઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત યાત્રિકો ને તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા માટે પણ તેઓ ઉતરાખંડના પ્રાશાસનના અને વડાપ્રધાન કાર્યાલયના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે આ બસ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનીક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
