Accident/ જમ્મુ-કાશ્મીરમાં સેના વાહન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત,17 પોલીસ કર્મી અને 3 મહિલા કેદી ઇજાગ્રસ્ત

બસ શ્રીનગરની સેન્ટ્રલ જેલથી ભદ્રેવાહ જેલ તરફ જતી વખતે T2 ટનલ માર્ગ રામબન પાસે તેની આગળ આર્મી વાહન સાથે અથડાઈ હતી

Top Stories India

જમ્મુ-કાશ્મીરના રામબનમાં રવિવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આર્મીના વાહન અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 17 પોલીસકર્મી અને 3 મહિલા કેદીઓ ઘાયલ થયા છે.અધિકારીઓએ જણાવ્યું કે બસ, શ્રીનગરની સેન્ટ્રલ જેલથી ભદ્રેવાહ જેલ તરફ જતી વખતે T2 ટનલ માર્ગ રામબન પાસે તેની આગળ આર્મી વાહન સાથે અથડાઈ હતી. તેમણે જણાવ્યું કે પોલીસ કર્મચારીઓમાં મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. મહિલા કેદીઓ સહિત તમામ ઘાયલોને રામબન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતની પુષ્ટિ કરતા એસએચઓ રામબાને કહ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. “તમામને નાની મોટી ઈજાઓ થઈ છે. કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે