મોટી દુર્ઘટના/ પાકિસ્તાની નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, બે અધિકારીઓ અને એક સૈનિકનું મોત

પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં તે હેલિકોપ્ટરમાં બેઠેલા તમામ અધિકારીઓના મોતના સમાચાર છે.

World

પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં તે હેલિકોપ્ટરમાં બેઠેલા તમામ અધિકારીઓના મોતના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન નેવીનું આ હેલિકોપ્ટર સોમવાર 4 સપ્ટેમ્બરે તેની નિયમિત તાલીમ ઉડાન પર હતું. આ દરમિયાન તે ટેકઓફ કર્યા બાદ ક્રેશ થયું હતું. જેના કારણે તેમાં સવાર તમામ અધિકારીઓના મોતના સમાચાર છે. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના દરિયાકાંઠાના શહેર ગ્વાદરમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.

કેવી રીતે હેલિકોપ્ટર ક્રેશ થયું?

પાકિસ્તાન નેવીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંભવિત ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાકિસ્તાન નેવીના બે અધિકારીઓ અને એક સૈનિકનું મોત થયું હતું. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના સમાચાર અનુસાર, કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે પીએમએ શોકગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી છે. પીપીપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ઉલ્લેખનિય છે કે,આ દિવસોમાં પાકિસ્તાનમાં ઉથલપાથલ ચાલી રહી છે. એટલું જ નહીં, પાકિસ્તાનમાં ગરીબીની સ્થિતિ પાકિસ્તાનની સેના પર પણ અસર કરી રહી છે. ઘણા સૈન્ય સાધનો ભલે તે આર્મી, નેવી કે એરફોર્સના હોય, તે બધા નકામી હાલતમાં છે. જૂના હથિયારો પર કાટ લાગી ગયો છે. પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં ચોક્કસપણે ઘટાડો કર્યો નથી, પરંતુ તેની સેનાની ત્રણેય પાંખોને નવા હથિયારોથી અપડેટ રાખવી તેના માટે મુશ્કેલ કામથી ઓછું નથી.

આ પણ વાંચો: Sanatan Dharma/ બાગેશ્વર બાબાએ “ઉધયનિધિ”ને આપ્યો જવાબ: કહ્યું-“સ્ટાલિને પાગલખાનાની જરૂર છે”

આ પણ વાંચો: રાજ્યપાલે મહિલાને અવાજ ઉઠવા કહ્યું…/ આનંદીબેન પટેલે યુપીમાં દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું, નશામાં ધૂત પતિ તમને મારશે તો લાકડી ઉપાડીને મારો…

આ પણ વાંચો: Sand Mafia/ નિંદ્રાધીન તંત્ર અને દરિયાઈ રેતીનો બેફામ કારોબારઃ 650 ટન રેતી જપ્ત કરાઈ