INDIA અને BHARATના નામ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, ભારત,ઈન્ડિયા કે હિન્દુસ્તાન… બધાનો અર્થ પ્રેમ છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે G-20 શિખર સંમેલન માટે રાત્રિભોજનના આમંત્રણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ તરીકે સંબોધતા મંગળવારે મોટો રાજકીય વિવાદ થયો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકાર દેશનું નામ ‘ઈન્ડિયા’ને બદલે ‘ભારત’ કરવા માંગે છે.
વિપક્ષનો આરોપ છે કે સરકાર દેશના બંને નામ ‘ઈન્ડિયા’ અને ‘ભારત’માંથી ‘ઈન્ડાયા’ને બદલવા માંગે છે. રાહુલ ગાંધીએ યુટ્યુબ પર પોતાની ‘ભારત જોડો યાત્રા’ સાથે સંબંધિત વીડિયો શેર કરતા લખ્યું કે, “ભારત, ઈન્ડિયા કે હિન્દુસ્તાન…બધાનો અર્થ પ્રેમ થાય છે, ઈરાદો સૌથી ઊંચી ઉડાનનો છે.”
ઉલ્લેનિય છે કે, એક વર્ષ પહેલા 7 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસની “ભારત જોડો” યાત્રા શરૂ થઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીના અનેક નેતાઓ સાથે 4000 કિલોમીટરથી વધુ પગપાળા પ્રવાસ ખેડ્યો હતો અને આ દરમિયાન તેમણે સમાજના વિવિધ વર્ગના લોકો સાથે વાત કરી હતી. આ યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને આ વર્ષે 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. આ યાત્રા 145 દિવસ સુધી ચાલી હતી.
આ પણ વાંચો: INDIA Vs BHARAT/ શશી થરૂરનો વળતો જવાબ!! “I.N.D.I.A ગઠબંધનનું નામ બદલીને ‘ભારત’ કરો”
આ પણ વાંચો:નવા સંસદ ભવનમાં સત્ર/ નવા સંસદ ભવનમાં યોજાશે વિશેષ સત્ર, અહીં જાણો શું હશે સંપૂર્ણ શિડ્યુલ
આ પણ વાંચો: Sanatana Dispute/ સનાતન ધર્મ વિવાદ પર પહેલીવાર બોલ્યા PM મોદી – ‘ઉદયનીધિના નિવેદનનો યોગ્ય જવાબ…’
