કચ્છ/ મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી,આ વખતે ડ્રગ્સ નહીં પણ 26 કરોડથી વધુ કિંમતની કલાકૃતિ ઝડપાયી

પોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતા કલાકૃતિનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે વધુ સઘન તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે

Top Stories Gujarat Breaking News
  • કચ્છ: મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી,
  • ડ્રગ્સને બદલે મળી અદ્ભૂત કલાકૃતિઓ મળી,
  • ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ,
  • UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મળ્યો મોટો જથ્થો

ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર રોજિંદા જોવા મળે છે પરતું આ વખતે મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ નહીં પણ કરોડોની અદભૂત કલાકૃતિ મળી આવી છે. પોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતા કલાકૃતિનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે વધુ સઘન તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇએ અદભૂત કલાકૃતિ કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમત 26 કરોડ અને આઠ લાખ છે. આ કલાકૃતિઓ યુનાઇટેડ કિગ્ડમ અને યુરોપમાંથી ચોરાયેલી છે જેનો મોટો જથ્થો ડીઆરઆઇએ પકડી પાડયો છે. આ મુદ્દામાલ પકડાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Political/ગુજરાત કોંગ્રેસે ત્રણ દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠકની જવાબદારી સોંપી,જુઓ કોને કઇ બેઠક સોંપાઇ