Valsad News : વલસાડમાં એક કરૂણ ઘટનામાં ભેંસોનું ટોળુ રેલવે ટ્રેક પર આવી જતા આઠ ભેંસોના મોત નીપજ્યા હતા. અચાનક આ ભેંસોનું ટોળુ ટ્રેનની અડફેટે આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે બન્યો હતો. જેમાં બ્ંદ્રા બિકાનેર એક્સપ્રેસ ટ્રેન સાથે ભેંસોનું ટોળુ અથડાયું હતું.
જેમાં ટ્રેનની અડફેટે આવી જતા આઠ ભેંસો મોતને ભેટી હતી. આ બનાવની જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવને પગલે રેલવે વ્યવહારને પણ અસર થઈ હતી. જેને પગલે મુંબઈ-અમદાવાદ ટ્રેક ઉપર 30 મિનિટ સુધી તમામ ટ્રેનો મોડી પડી હતી.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં
