ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડાસે એક વીડિયો શેર કરીને નવી જર્સી લોન્ચ કરી છે. નવી જર્સીમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત સમગ્ર ટીમનો એક અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે.
1983 ignited the spark.
2011 brought in glory.
2023 marks the beginning of #3KaDream. pic.twitter.com/1eA0mRiosV— adidas (@adidas) September 20, 2023
એડિડાસે તેના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરી છે. એડિડાસે એક વિડીયો શેર કર્યો છે જેમાં ભારતના પ્રખ્યાત ગાયક અને રેપર રફ્તારે ‘3 કા ડ્રીમ’ ગીત ગાયું છે. આ ગીત પર જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળી રહ્યા છે.
ભારતીય ટીમની વર્તમાન જર્સીમાંથી તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નવી જર્સીમાં ત્રણ સફેદ ખભાની પટ્ટાઓની જગ્યાએ, કંપનીએ ભારતીય ધ્વજના ત્રણ રંગો (કેસર, સફેદ અને લીલો) રાખ્યા છે. જર્સીની છાતીની ડાબી બાજુએ BCCIનો લોગો અને તેની સાથે બે સ્ટાર્સ છે. આ બે સ્ટાર્સ 1983 અને 2011માં ભારતીય ટીમની બે ODI વર્લ્ડ કપ જીત્યા તે દર્શાવે છે.
