અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જઉં-જઉં કરતો વરસાદ પાછો વરસવા લાગ્યો છે. તેના લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારથી જ મેઘો મંડાયેલો છે. રાજ્યમાં Gujarat rain સવારે ગુજરાતીઓની આંખ સવારે ખુલી ત્યાં સુધીમાં તો વરસાદ બે ઇંચ ખાબકી ચૂક્યો હતો.
રાજ્યમાં સવારે આઠ વાગ્યા સુધીમાં આઠ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં ચોમાસાનો મેઘ મલ્હાર હજી સુધી પૂરો થયો નથી. તેમા પણ સૌથી વધારે વરસાદ સુરતના ચોર્યાસીમાં ખાબક્યો હતો. Gujarat rain સુરતીલાલાઓની આંખ સવારે આઠ વાગ્યે ખુલી ત્યાં સુધી તો સુરતના ચોર્યાસીમાં 2.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હતો. સુરતીઓએ કદાચ તેમની ઊંઘ નીગળતી આંખો પણ વરસાદના જ પાણીથી ધોઈ હતી.
આજે સોમવારની સવારથી જ રાજ્યના ગીર-સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ, નવસારી અને બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. આના પગલે હવામાન નિષ્ણાતો માને છે કે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ચોમાસાની સીઝનની સરેરાશ 125 ટકા સુધી પહોંચી જશે. તેની સાથે રાજ્યના કોઈપણ ઝોનમાં વરસાદની ખાધ બાકી નહીં રહે.
રાજ્યમાં આઠ તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે તેમા Gujarat rain સુરતના ચોર્યાસી, સુરત શહેર, કચ્છમાં માંડવી, તાલાલા, વલસાડ, પાલનપુર અને જલાલપોરમાં વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં 2.7 ઇંચ એટલે કે 67 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે સુરત સહેરમાં દસ મિમી વરસાદ પડ્યો છે. આ વલસાડમાં ચાર, તાલાલામાં દસ, પાલનપુરમાં બે, કચ્છના માંડવીમાં ચાર, જલાલપોરમાં એક મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. દિવસ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસી ચૂક્યો છે. તેમા 17 તાલુકામાં એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 64 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ Gujarat rain નર્મદા જિલ્લામાં ખાબક્યો છે. નર્મદાના નાંદોદમાં 5.2, તિલકવાડામાં 2.8, ડેડિયાપાડામાં 1.9 અને ગરુડેશ્વરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ Heavy Rain/ રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ, ધોધમાર વરસાદની આગાહી
આ પણ વાંચોઃ India Canada News/ ખાલિસ્તાનીના સમર્થક ટ્રુડોનું બલૂચ નેતાના રહસ્યમય મૃત્યુ પર કેમ મૌન?
આ પણ વાંચોઃ India Canada News/ કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેયરે ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું…
