Accident/ મથુરામાં ટ્રેન દુર્ઘટના, ટ્રેક છોડીને પ્લેટફોર્મ પર ચઢી રેલગાડી, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના મથુરાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં શકુરબસ્તીથી આવી રહેલી EMU ટ્રેનને મથુરા જંક્શન પર અકસ્માત નડ્યો.

Top Stories India

ઉત્તર પ્રદેશના મથુરાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં શકુરબસ્તીથી આવી રહેલી EMU ટ્રેનને મથુરા જંક્શન પર અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન અચાનક પાટા છોડીને પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. સદ્ભાગ્યની વાત એ છે કે આ અકસ્માત થયો ત્યારે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર ન હતા. આ અકસ્માત બાદ રેલ્વે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ડરના માર્યા અહીં-તહીં ભાગવા લાગ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરીને પ્લેટફોર્મ પર કેવી રીતે આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.

માહિતી અનુસાર, આ EMU ટ્રેન શકુરબસ્તીથી આવી રહી હતી. ટ્રેન લગભગ 10:49 વાગ્યે મથુરા જંકશન પર પહોંચી, ત્યારપછી ટ્રેનમાં સવાર તમામ મુસાફરો નીચે ઉતરી ગયા, પરંતુ ત્યારબાદ ટ્રેન પાટા પરથી હટી ગઈ અને પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં એ પણ જોઈ શકાય છે કે ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ પર ચઢી આવ્યું છે, જેના કારણે પ્લેટફોર્મ તૂટી ગયું છે અને ટ્રેનના કેટલાક ભાગોને પણ નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે અહીંથી પસાર થતી માલવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

આ અંગે માહિતી આપતાં મથુરા રેલવે સ્ટેશન ડાયરેક્ટર એસકે શ્રીવાસ્તવે જણાવ્યું કે ટ્રેન શકુરબસ્તીથી આવી હતી. ટ્રેન જંકશન પર રોકાઈ ગઈ, ત્યારબાદ તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા, પરંતુ પછી ટ્રેન અચાનક પાટા પરથી કેવી રીતે ઉતરી અને પ્લેટફોર્મ પર ચઢી ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે પ્લેટફોર્મ અને ઉપરના શેડને નુકસાન થયું છે. કેટલાક વાહનોને પણ અસર થઈ છે.

જોકે, આ દુર્ઘટના સમયે ટ્રેનમાં કોઈ નહોતું, નહીંતર આ મોટી દુર્ઘટના બની શકત. આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હાલ અકસ્માતને કારણે અપ લાઇન પરની કેટલીક ટ્રેનોને અસર થઇ છે.

આ પણ વાંચો: ASIAN GAMES/ ભારતે રચ્યો ઇતિહાસ, શૂટિંગમાં મહિલા પિસ્તોલ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: PM Modi-Developmentwork/ છોટાઉદેપુરમાં 5,200 કરોડ રૂપિયાના કાર્યક્રમનું લોકાર્પણ કરશે પીએમ મોદી

આ પણ વાંચો: RoDTEP/ હવે ‘RoDTEP’ યોજના આવતા વર્ષે જૂન સુધી લાગુ રહેશે