Accident-Construction site/ ત્રણ શ્રમિકોના મોતઃ અમદાવાદમાં આ કન્સ્ટ્રકશન સાઇટ પર સર્જાઈ દુર્ઘટના

અમદાવાદ શહેર કન્સ્ટ્રકશન સાઇટના શ્રમિકો માટે અસલામત હોય તેવી સ્થિતિ શરૂ થવા માંડી છે. અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદ શહેર કન્સ્ટ્રકશન સાઇટના શ્રમિકો Accident-Construciton site માટે અસલામત હોય તેવી સ્થિતિ શરૂ થવા માંડી છે. અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદના ઘુમામાં ઝવેરી ગ્રીન્સ નામની કન્સ્ટરકશન સાઇટ પર ગઇકાલે મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ કન્સ્ટ્રકશન સાઇટમાં 13મા માળેથી પાલખ તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા અને ત્રણેયના મોત થયા હતા.

આ શ્રમિકો મોડી રાત્રે કામગીરી કરી રહ્યા હતા. તેમા 13મા માળે Accident-Construciton site લાકડાની પાલક પર શ્રમિકો ઊભા હતા. આ લાકડાનું સ્ટેન્ડ તૂટતા ત્રણેય શ્રમિક પાલક સાથે નીચે પટકાયા હતા. તેના પગલે તમામ શ્રમિકના મોત થયા હતા.

અમદાવાદમાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિક ઉત્તરપ્રદેશના બારાબંકી અને અમેઠીના રહેવાસી હતા. તેમનું નામ રાજેશકુમાર, સંદીપકુમાર, અમિતકુમાર છે. આ શ્રમિકો છેલ્લા બે વર્ષથી ઇમારત બનાવવાની કામગીરી સાથે જોડાયેલા હતા.

આ ઘટનાને લઈને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી નથી. પણ Accident-Construciton site પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને ઇમારત બનાવવાની કામગીરી હાલ પૂરતી અટકાવી છે. સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મોત નવી વાત નથી, તેમા પણ અમદાવાદમાં તો જાણે કન્સ્ટ્રકશન સાઇટ પરના મોત અબખે પડી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 14 વર્ષમાં કન્સ્ટ્રકશન સાઇટ પર 1,200થી વધુ લોકોના મોત થયા છે અને તેમા અડધા જેટલા મોત તો એકલા અમદાવાદમાં થયા છે. આનું કારણ ફક્તને ફક્ત એટલું જ છે કે સરકારના સાઇટ એન્જિનિયરો સાઇટનું ઇન્સ્પેકશન જ નિયમિત કરતા નથી.

જો ઇન્સ્પેકશન માંડ-માંડ નિયમિત કર્યુ હોય અને યોગ્ય કાર્યવાહી કરવા જાય તો પછી કોઈને કોઈ રાજકીય દબાણ આવી જાય છે, તેથી આગળ કાર્યવાહી થઈ શકતી નથી. છેવટે કોઈને કોઈ બિલ્ડરના છેડા કોઈને કોઈ રાજકારણી સાથે જોડાયેલા હોય છે. સાઇટ એન્જિનીયરની બિચારાની હેસિયત જ નથી હોતી કે તે ધારાધોરણોનું પાલન ન કરનારા બિલ્ડર સામે કાર્યવાહી કરે. છેવટે આ રીતે અપાતી બધા પ્રકારની ખોનું પરિણામ શ્રમિકો ભોગવે છે. હવે આ શ્રમિકોના કુટુંબીઓને બે-બે લાખ રૂપિયા ચૂકવીને તથા તેઓના સંબંધીને તેમની જ સાઇટ પર કામ આપીને તેમનું મોઢું આરામથી બંધ કરી દેવાશે. આમ મૂળ સમસ્યાનો ઉકેલ ન આવતા આ પ્રકારની પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થયા જ કરશે.

 

આ પણ વાંચોઃ Lok Sabha Elections/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું એલાન,”ન તો હું પોસ્ટર લગાવીશ, ન તો કોઈને ચા પીવડાવીશ”

આ પણ વાંચોઃ America/ ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવના આરોપથી એસ.જયશંકર ગુસ્સે થયા, જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ Vastu Tips/ આ પાંચ સફેદ વસ્તુઓને હાથમાંથી ક્યારેય ન પડવા દો, જ્યોતિષમાં માનવામાં આવે છે અશુભ

આ પણ વાંચોઃ પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં DSPની કારની બાજુમાં ઉભો હતો ફિદાયીન,હુમલાનો વીડિયો આવ્યો સામે,જુઓ વીડિયો