Raid/ અમદાવાદના દરિયાપુર વિસ્તારના મનપસંદ જીમખાના પર ક્રાઇમ બ્રાન્ચે પાડ્યા દરોડા

આ રેડ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાડવામાં આવી હતી, એક જ મહિનામાં  બે મોટી રેડ પાડવામાં આવી હતી

Top Stories Gujarat
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મનપસંદ જીમ ખાના ઉપર રેડ
  • દરિયાપુરમાં આવેલા જીમખાનામાં રેડ કરવામાં આવી
  • રેડમાં ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી
  • 1 મહિનામાં 2 મોટી રેડ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમ ખાના પર અવારનવાર દરોડા પડતા હોય છે,આ જીમખાનામાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને સંચાલકોમાં ભારે દહેશત વ્યાપી ગયો હતો .આ રેડ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાડવામાં આવી હતી, એક જ મહિનામાં  બે મોટી રેડ પાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા જીમખાનામાં આ પહેલા પણ અનેકવાર રેડ પાડવામાં આવી  છે, પણ અહીંયા ચાલતી ગેરપ્રવૃતિઓ સંચાલકો બંધ નથી કરી રહ્યા. પોલીસે આ વખતે જીમખાના પર ગાળો કસ્યો છે.