Rajkot News: રાજકોટ (Rajkot)માં અર્થશાસ્ત્ર ભવનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) સામે દ્વિઅર્થી શબ્દોનો આરોપ મૂકવા મામલે કુલપતિને તપાસ સોંપાઈ હતી. તપાસમાં લેટર (Letter)માં દર્શાવેલ 5 વિદ્યાર્થિનીઓના નામ ખોટા હોવાનો રિપોર્ટ આવતા ડો. સંજય પંડ્યાને ક્લિનચીટ (Clean chit) મળી છે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં અર્થશાસ્ત્ર (Economics) ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) સામે કોલેજની 5 વિદ્યાર્થિનીઓ (Students)એ દ્વિઅર્થી સંવાદ બોલવા અંગે આક્ષેપો (Allegation) કરતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાની વાત કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થિનીઓ દ્વારા આસિ. પ્રોફેસર પર આરોપ મૂકાતા રાજ્ય મહિલા આયોગ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપ્યા હતા. મહિલા આયોગે મેઇલ કરી સમગ્ર મામલે કુલપતિને જાણ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા કરાયેલા આક્ષેપોમાં ખરેખર કેટલું તથ્ય છે તે તપાસમાં આખરે સામે આવ્યું છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે લેટરમાં દર્શાવેલ 5 વિદ્યાર્થિનીઓના નામ ખોટા છે. ફરિયાદ કરનાર એક પણ બહેનનાં નામ રેકોર્ડ પર નોંધાયેલા નથી. વર્ષ 2016 પછી ભવનના રેકોર્ડ પણ એક પણ બહેનનું નામ નોંધાયું નથી.
આસિસ્ટન્ટ પ્રોફેસર સામે દ્વિઅર્થી શબ્દ પ્રયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં ચોક્કસ જ્ઞાતિના લોકોને વધુ માર્ક આપવાનો આક્ષેપ કરાયો હતો. લેટરકાંડથી ડો. સંજય પંડ્યાને ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસો કરાયા હોવાનું સામે આવતા ક્લિનચીટ મળી છે.
તાજેતરમાં જૂનાગઢ (Junagadh)નાં ભેંસાણ (Bhensan)ની સરકારી વિનયન કોલેજ (Government Vinanyan College)માં આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થિની (Student)ની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીને સચિન પીઠડિયાએ બિભત્સ મેસેજ કરી કોલેજના ઇન્ટર્નલ માર્ક (Internal Mark) ઓછા આપવાની ધમકી આપતા આખરે પ્રિન્સિપાલ (Principal)ને જાણ કરી હતી, આ માટે તપાસ કમિટી (Inquiry Committee)ની રચના કરવામાં આવી છે તેમજ પોલીસ સુધી વિવાદ પહોંચતા પ્રોફેસરનું સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો જોવા મળ્યો હતો.
જેથી કોલેજની વિદ્યાર્થીનીઓએ ભયભીત થતાં સમગ્ર મામલે પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની છેડતીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે આસિ. પ્રોફેસરનું સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો રહ્યો છે. આ મામલેે ઝડપથી વિદ્યાર્થિનીઓને ન્યાય મળે તેમ વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
થોડા દિવસો અગાઉ અમદાવાદ (Ahmedabad) શહેરમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી કેમ્પસમાં SMPIC કોલેજના પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થીને મેસેજ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તે વિદ્યાર્થીને પોતાની સાથે આવવા માટે મેસેજ પણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને, વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ કરી અને પ્રોફેસર ભાવિક સ્વાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદની GLS યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માંગણી, સ્ક્રિન શોટ્સ વાયરલ
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર સામે 5 વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપો