સુરેન્દ્રનગરઃ રાજ્ય સરકાર ખાણિયા રાજાઓના ઉત્ખનનમાં જ લાગી ગઈ લાગે છે. સુરેન્દ્રનગરમાં જંગી ખનીજ ચોરી પકડીને સરકારે માફિયાઓને 270 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારના આ પગલાએ ખાણિયા રાજાઓને રીતસરના થથરાવી દીધા છે. તેઓને રીતસર ભૂગર્ભમાં ઉતરી જવાની ફરજ પડી છે. સરકારી વિભાગોએ અકલ્પનીય કહી શકાય તેવું સંકલન બતાવીને ખાણિયા રાજાઓને ઉખેડી નાખવાની કાર્યવાહી કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે જંગી ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં મળી આવતા કાળા પત્થરની માલિકી સરકારની છે, પરંતુ સરકારની લગામના અભાવે ખાણમાફિયાઓ ત્યાંથી બેફામ ધોરણે કાળો પથ્થર ઉસેડતા હતા. તેમને કોઈ રોકટોક કરનારું ન હતું. હવે ખાણ અને ખનીજ વિભાગ પોલીસની મદદ લઈ ત્રાટક્યું છે. ખનીજ વિભાગ અને પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરેલા જિલેટિન સ્ટિક, ડીટોનેટર, ડમ્પર અને હિટાચી મશીન તે વાતનો પુરાવો છે કે અત્યાર સુધી કેટલા બેરોકટોક ધોરણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. તેના લીધે સરકારને કેટલો ફટકો પડી ચૂક્યો છે.
ખાણ-ખનીજ વિભાગે કુલદીપ યાદવ અને ભરતવાળા સહિત કુલ 27ની સામે ફરિયાદ કરી છે. તેની સાથે ફટકારેલા જંગી દંડના લીધે આરોપીઓ નાસતા ફરે છે. આ આરોપીઓ અત્યાર સુધીમાં હજારો ટન કાળા પથ્થરની ચોરી કરી ચૂક્યા હોવાનું ખાણ-ખનીજ વિભાગના ધ્યાન પર આવ્યું છે. તેના આધારે તેમને જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.
ભૂમાફિયાઓ દ્વારા લાંબા સમયથી આ કામગીરી ચાલતી હતી. તેના પગલે સ્થાનિક ખેડૂતોએ સરકારને રજૂઆત કરતા છેવટે સરકાર જાગી હતી. ભૂમાફિયાઓની બેરોકટોક કામગીરીના લીધે સ્થાનિક ખેડૂતોની ખેતી પણ ભયમાં મૂકાઈ હતી. આ ખેડૂતોએ હવે સરકારની કામગીરીના પગલે રાહતનો શ્વાસ લીધો હતો. પણ તેની સાથે એવી લાગણી પણ વ્યક્ત કરી છે કે સરકાર તે પણ ધ્યાન રાખે કે એક વખત કામ કરીને બધુ પૂરું થયું ન સમજી લે, આ ભૂમાફિયાઓ ફરી અહીં આવું કસું ન કરી શકે તે માટે સરકાર કાયમી વ્યવસ્થા કરે.
આ પણ વાંચોઃ ASIAN GAMES/ ભારતે આજે ત્રણ મેડલ જીત્યા, મહિલા ટીમને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મળ્યો
આ પણ વાંચોઃ Cyber Crime/ ‘અભણ’ સાઇબર ક્રિમિનલની મોડસ ઓપરેન્ડીથી આઇપીએસ પણ અચંબિત
આ પણ વાંચોઃ Expressway/ દિલ્હીથી વડોદરાની સફર હવે માત્ર 10 કલાકમાં!
