ICC ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન અને શકીલની અડધી સદીના આધારે 49 ઓવરમાં 286 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ લીડેના 67 રન હોવા છતાં 41 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 49 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 75 બોલમાં 68 રન અને સઈદ શકીલે 52 બોલમાં 68 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ તરફથી સૌથી સફળ બોલર બાસ ડી લીડે 9 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડનો દાવ 41 ઓવરમાં 205 રનમાં સમેટાઈ ગયો હતો. નેધરલેન્ડ માટે બાસ ડેલિડેએ સૌથી વધુ 67 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે ત્રણ વિકેટ ઝડપી હતી.
