Not Set/ મુખ્યમંત્રી કેસીઆરના કૂતરાનું મોત, બે ડોકટરો પર એફ.આઈ.આર.

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવના સત્તાવાર બંગલામાં રહેતા પાલતુ કૂતરો હસ્કીનું માંદગીના પગલે અવસાન થયું હતું. જે બાદ પશુચિકિત્સકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે બંજાર હિલ્સ પોલીસે તપાસ હાથ ધરી છે. જો આરોપો સાચા પડે તો ડોકટરોને પાંચ વર્ષની સજા થઈ શકે છે. મળતી માહિતી મુજબ પોલીસે એનિમલ કેર ક્લિનિકના […]

Top Stories India

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવના સત્તાવાર બંગલામાં રહેતા પાલતુ કૂતરો હસ્કીનું માંદગીના પગલે અવસાન થયું હતું. જે બાદ પશુચિકિત્સકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે બંજાર હિલ્સ પોલીસે તપાસ હાથ ધરી છે. જો આરોપો સાચા પડે તો ડોકટરોને પાંચ વર્ષની સજા થઈ શકે છે.

મળતી માહિતી મુજબ પોલીસે એનિમલ કેર ક્લિનિકના ડોક્ટર લક્ષ્મી અને ડોક્ટર રણજિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ 429 અને 11 હેઠળ એફઆઈઆર નોંધી છે. 11 મહિનાનો પાલતુ કૂતરો હસ્કી બુધવારે સાંજ સુધી સંપૂર્ણ રીતે ઠીક હતો. તે સાંજે અચાનક બીમાર થઈ ગયો. જે બાદ મુખ્યમંત્રીના બંગલા પર કામ કરતા કર્મચારીઓએ તેના ડોક્ટર રણજીતને હસ્કીની બિમારી વિશે માહિતી આપી હતી.

મુખ્યમંત્રીના નિવાસસ્થાને નવ પાલતુ કુતરાઓ રહે છે

ડોક્ટર રણજીતે તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હસ્કીને 101 ડિગ્રીનો તાવ હતો. જે બાદ તેઓએ પહેલા તેને દવા આપી અને ત્યારબાદ એનિમલ કેર ક્લિનિકમાં ખસેડાયા. જોકે, હસ્કીનું મોત ક્લિનિકમાં થયું હતું. મુખ્યમંત્રીના બંગલામાં નવ પાળેલા કુતરાઓ છે. જેનું કેરટેકર આસિફ અલી ખાન છે.

વિરોધીઓને નિશાન બનાવ્યા

રાવના આ પગલાથી વિપક્ષને તેમને નિશાન બનાવવાની તક મળી છે. વિપક્ષે તેમની ટીકા કરતા કહ્યું છે કે હૈદરાબાદ અને તેલંગાનાના અન્ય ભાગોમાં ડેન્ગ્યુ ફેલાય છે તેને અવગણવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ એ. રેવંત રેડ્ડીએ સવાલ કર્યો કહતો કે, ‘સ્વર્ણિમ તેલંગાણાની પ્રજાનું પ્રગતિ ભવનના કૂતરા જેટલુંય મહત્વ નથી?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.