મુંબઇ
જાણીતા ટીવી એક્ટર રામ કપુર વિરૂધ્ધ 35 લાખ રુપિયાની છેતરપીંડી કરવાની કોર્ટમાં અને પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એક્સ્પોર્ટ નો બિઝનેસ કરતી માવી એલએલપીએ રામ કપૂર વિરૂદ્ધ ૨૧ જુન ૨૦૧૭ના કોલાબા પોલિસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં 35 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો.
કંપનીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રામ કપૂરે અમારો સંપર્ક કરી જણાવ્યું હતું કે એના અમેરિકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડનો ડયુઝ સેટલ કરવા પૈસાની જરૂર છે.ક્રેડીટ કાર્ડના નાણાં ભરવા માટે રામ કપુરે કંપની પાસે નાણાં લીધા હતા જે ભરવમાં તે નિષ્ફળ રહેતાં તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રારંભિક તપાસ બાદ કોલાબા પોલીસે માવી એલએલપી ને આ મામલે કોર્ટમાં જવાની સલાહ આપતાં સપ્ટેમ્બર મહિનામાં રામ વિરુધ કક્રિમીનલ કેસ કરવામાં આવ્યો.
નોટીસમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૧૬માં લોનના પૈસા લીધા બાદ રામ કપૂરે એક મહિનાની અંદર ૨૪ ટકા વ્યાજ સાથે પરત કરવાના રહેશે. ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, રામ કપૂરે અગાઉ કંપનીના પાર્ટનર સાથે સંપર્કમાં હતા. અને લોન લીધી હોવાની વાત સ્વીકારી હતી. રામ કપૂરે કહ્યું કે , આ મામલે મારે કોઈ ટીપ્પણી કરવાની નથી આ બાબત અધિકારીઓ સંભાળી રહ્યાં છે.
