Not Set/ VIDEO: દબંગ 3 નું પ્રથમ મોશન પોસ્ટરમાં દબંગ અંદાજમાં જોવા મળ્યા સલમાન ખાન

મુંબઈ, ફિલ્મ ‘ભારત’ ની સફળતા બાદ સલમાન ખાન આજકાલ ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક પછી એક સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અંગે ઘણાં ખુલાસા થઈ રહ્યાં છે. તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે. સલમાન ખાને આ ફિલ્મના મોશન પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. દબંગ 3 20 ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિલ […]

Uncategorized Entertainment

મુંબઈ,

ફિલ્મ ‘ભારત’ ની સફળતા બાદ સલમાન ખાન આજકાલ ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક પછી એક સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અંગે ઘણાં ખુલાસા થઈ રહ્યાં છે. તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે. સલમાન ખાને આ ફિલ્મના મોશન પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. દબંગ 3 20 ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગુમાં રીલીઝ થશે.

મહેશ માંજરેકરની પુત્રી સાંઈ પણ પ્રભુ દેવા નિર્દેશિત આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં સાંઈ સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેના લવ ઈંટરેસ્ટના રૂપમાં જોવા મળશે. મહેશ માંજરેકર અને સલમાન ખાન સારા મિત્રો છે અને સાંઈ મહેશની બીજી પત્ની મેધા માંજરેકરની પુત્રી છે. હાલમાં દબંગ 3 નું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

https://www.instagram.com/p/B2QpUpilY01/?utm_source=ig_embed

 સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, કાજોલ દેવગન, પ્રમોદ ખન્ના, અરબાઝ ખાન, માહી ગિલ પણ છે. આ વખતે ફિલ્મના ગીતમાં કોઈ મુન્ની નહીં હોય અને ગીતમાં મુન્ના હશે.

 ‘દબંગ 3’ ને સલમાન ખાન અને અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી છે. પ્રભુદેવ દિગ્દર્શિત આ ફિલ્મ અંગે અફવાઓ ઉઠી હતી કે સોનાક્ષી ઉપરાંત, આ ફિલ્મમાં એક બીજી અભિનેત્રી હશે અને તે ત્રિકોણાકાર પ્રેમ બતાવમાં આવશે.

‘દબંગ 3’ સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઇંશાલ્લાહનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ અભિનય કરશે. આ પહેલીવાર છે જ્યારે બંને સ્ટાર્સ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.