Patan-Heart Attack/ મહેસાણા પછી હવે પાટણમાં હાર્ટએટેકથી મોતઃ સેવાભાવી યુવાનનું નિધન

ગુજરાતમાં હાર્ટએટેક મહેસાણાથી પાટણ પહોંચી ગયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા જ શિક્ષિકાનું હાર્ટએટેકથી નિધન થયા પછી પાટણના ખોખરવાડામાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થતાં સન્નાટો વ્યાપી ગયો છે.

Top Stories Gujarat

પાટણઃ ગુજરાતમાં હાર્ટએટેક મહેસાણાથી પાટણ પહોંચી ગયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા જ શિક્ષિકાનું હાર્ટએટેકથી નિધન થયા પછી પાટણના ખોખરવાડામાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થતાં સન્નાટો વ્યાપી ગયો છે. 41 વર્ષના રાજુ પ્રજાપતિને હાર્ટએટેક આવતા તેનું નિધન થયું હતું. હૃદયરોગને લગતી તકલીફનો કોઈપણ પ્રકારનો ટ્રેક રેકોર્ડ ન ધરાવતા 41 વર્ષના રાજુ પ્રજાપતિને હાર્ટએટેક આવ્યો હતો. તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
રાજુભાઈ પાટણના ખોખરવાડા વિસ્તારમાં આવેલી રામની શેરીમાં રહેતા હતા. 41 વર્ષના રાજુભાઈ પ્રજાપતિ તેમના દૈનિક કાર્ય પતાવતા વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા ગયા હતા. આ દરમિયાન તેમને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડતા તેમનું મોત નીપજ્યું છે. તેમના અચાનક નિધનથી તેમનું કુટુંબ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયુ છે અને આસપાસનો વિસ્તાર પણ શોકમાં ડૂબી ગયો છે. તેમના સમાજમાં પણ તેમના મૃત્યુનો શોક છે. તેઓ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેના લીધે સામાજિક વર્તુળોમાં પણ તેમની સારી નામના હતી.
આ પહેલા સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં એક યુવાન માતાજીની મૂર્તિ લેવા ગયો હતો અને તેને છાતીમાં દુઃખાવો થયો હતો. તે સમયે તેણે દવા લેતા તેને સારુ થઈ ગયું હતું. તેના પછી તે ઘરે આવ્યો ત્યારબાદ તેને ફરીથી છાતીમાં દુઃખાવો ઉપડતા તેનું મોત નીપજ્યું હતું. હૃદયરોગના હુમલાને લઈને નવરાત્રિમાં ગરબાના સ્થળોએ આરોગ્યની કાળજી લેવા ખાસ સગવડો રાખવામાં આવી છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો ત્યારે પહેલા છાતીમાં દુખાવો થયો હતો. પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ. ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતુ. હાર્ટ એટેકને લઈ હાલ નવરાત્રીમાં વચ્ચે ચિંતા વધતા ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ છે.
આ ઉપરાંત ગઇકાલે રાજકોટમાં પણ 33 વર્ષના રાજકુમાર આહુજા નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું હતું. તે શહેરની ગીતગુજરી સોસાયટીમાં રહેતો હતો. તેને રાત્રે લગભગ સાડા ત્રણ વાગે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેમા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં નાની ઉંમરના અનેક વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયા છે. આ સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. બે દિવસ પહેલા મહેસાણા સાર્વજનિક હાઇસ્કૂલમાં યોજાયેલા ગરબા વખતે 23 વર્ષની એક શિક્ષિકાને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા મોત થયું હતું.



આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ‘સાયરેત મતકલ’ કેમ ખાસ ભૂમિકા ભજવી શકે છે?

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ 41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ ચીનમાં મંત્રીઓ કેમ ગાયબ થઈ રહ્યા છે?