આ તસવીરોમાં શ્રદ્ધા કપૂર સાદા સૂટમાં તેની ચમકતી કારની સાથે તેના ચહેરા પર મોટી સ્મિત સાથે જોવા મળી હતી. અભિનેત્રીનો આ સિમ્પલ લુક અને તેની નવી કાર ફેન્સને પસંદ આવી રહી છે.
એક્ટ્રેસ શોરૂમમાંથી કાર લઈને બહાર નીકળી કે તરત જ તેણે અર્ચના પંડિત દ્વારા તેનું પૂજન કરાવ્યું. ફોટામાં તમે જોઈ શકો છો કે તે કેવી રીતે કારની પૂજા કરાવી રહી છે. શ્રદ્ધા કપૂરની આ નવી લાલ કાર લેમ્બોર્ગિનીની હુરાકન ટેકનીકા છે.
શ્રદ્ધા કપૂરની આ કાર માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તેના ફીચર્સ પણ શાનદાર છે. અભિનેત્રી કપાળ પર તિલક લગાવીને પોતે જ દીવો પ્રગટાવતી જોવા મળી હતી. આ તદ્દન નવી કાર સાથે શ્રદ્ધા કપૂરે ઘણા પોઝ આપ્યા હતા.
આ કારની કિંમત લગભગ 4.04 કરોડ રૂપિયા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શ્રદ્ધાએ અગાઉ BMW 7 સિરીઝ ખરીદી છે, જેની કિંમત રૂ. 2.46 કરોડ છે. આ સિવાય અભિનેત્રી પાસે મર્સિડીઝ બેન્ઝ છે જેની કિંમત લગભગ 1.01 કરોડ રૂપિયા છે.
શ્રદ્ધા કપૂરની આ નવી કાર તેની કિંમતના કારણે ઘણી ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી ફિલ્મ ‘સ્ત્રી 2’ને લઈને ચર્ચામાં છે. આમાં અભિનેત્રી સાથે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી છે.