Worldcup/ શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ,બાંગ્લાદેશે 3 વિકેટથી હરાવ્યું

બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે

Top Stories Sports

બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલની રેસમાંથી બહાર કરી દીધું છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ બંને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમે ચારિસ અસલંકાની સદીના આધારે બાંગ્લાદેશને 280 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે નઝમુલ હુસૈન શાંતો (90) અને શાકિબ અલ હસન (82)ની શાનદાર અડધી સદીની મદદથી માત્ર 41.1 ઓવરમાં આ સ્કોરનો પીછો કરી લીધો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 169 રનની ભાગીદારી થઈ હતી.

બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 49.3 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશે 41.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા અને મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. હવે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ બાદ શ્રીલંકા પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. આ સાથે જ ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતપોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં બાકીના બે સ્થાનો માટે પાંચ ટીમો દાવો કરી રહી છે. જો કે, આમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વધુ મજબૂત દાવો ધરાવે છે. નસીબના આધારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ સેમિફાઇનલ રમી શકે છે.



આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

આ પણ વાંચો: Indian Economy/ ભારતીય ઇકોનોમી છે ટનટનાટનટન…

આ પણ વાંચો: Defence Corridor/ ભારતમાં પહેલી વખત ડિફેન્સમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી