israel hamas war/ ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)નું કહેવું છે કે,ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ તેના 88 કર્મચારીઓ માર્યા ગયા છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 06T143827.893 ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)નું કહેવું છે કે,ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ તેના 88 કર્મચારીઓ માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે આ વાત પર ભાર મૂક્યો હતો કે, ગાઝામાં તેમના 88 કર્મચારીઓ માર્યા ગયા છે, જે સંયુક્ત રાષ્ટ્રના એક સંઘર્ષમાં અત્યાર સુધીમાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સાત ઓક્ટોબરે યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં પેલેસ્ટિનિયન શરણાર્થી એજન્સી UNRWAના 88 કર્મચારીઓ માર્યા ગયા છે. તમામ મુખ્ય યુએન એજન્સીઓના વડાઓ દ્વારા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો એક સંઘર્ષમાં નોંધાયેલા યુએનના મૃત્યુની સૌથી વધુ સંખ્યા દર્શાવે છે. નિવેદનમાં ગાઝામાં નાગરિકોના મૃત્યુ પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને “તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ” માટે હાકલ કરવામાં આવી હતી. આ દરમિયાન હમાસ દ્વારા ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલા બંધકોને મુક્ત કરવાની પણ માગ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ રવિવારે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી હમાસ આતંકવાદી જૂથ તેના બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઈઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થશે નહીં.


આ પણ વાંચો: Defence Corridor/ ભારતમાં પહેલી વખત ડિફેન્સમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી

આ પણ વાંચો: Delhi/ દેશના પ્રથમ દલિત CIC ‘હીરાલાલ સામરિયા’ કોણ છે?

આ પણ વાંચો: ગુજરાત/ રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત