Not Set/ દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલીન

જામકંડોરણા, પુર્વ સાંસદ અને ખેડુત આગેવાન વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું.આજે તેમની હજારો લોકોની હાજરીમાં તેમની અંતિમ ક્રિયા થઇ હતી.વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવ દેહ જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  અને […]

Top Stories
wefcgwedo 16 દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલીન

જામકંડોરણા,

પુર્વ સાંસદ અને ખેડુત આગેવાન વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું.આજે તેમની હજારો લોકોની હાજરીમાં તેમની અંતિમ ક્રિયા થઇ હતી.વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા.

વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવ દેહ જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનોએ અંતિમ દર્શન કર્યા હતા.

વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પહોંચ્યા હતા.ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વિઠ્ઠલભાઇના નશ્વરદેહના દર્શન કર્યા બાદ જયેશ રાદડિયાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જાણીતા નેતાઓ કુંવરજી બાવળિયા, લલિત વસોયા, આર.સી. ફળદુ, અર્જુન મોઢવાડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ સહિતના નેતાઓએ નશ્વરદેહના દર્શન કરી રાદડિયા પરિવારને સાંત્વના પાઠવી હતી.

અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિઠ્ઠલભાઇની અંતિમયાત્રામાં જય જવાન જય કિસાન, વિઠ્ઠલભાઇ તમે અમર રહોના નારા લોકો દ્વારા લગાવવા આવ્યા હતા.

 અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપતા જ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ ક્રિયા સમયે જયેશભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.