Heart Attack/ પાણીગેટના PIને આવ્યો હાર્ટ એટેક,એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી‌ કરી

રાજ્યમાં હાર્ટએટેકનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાણીગેટ પોલીસ મથકના 41 વર્ષિય પીઆઇ શક્તિસિંહ ગોહિલને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

Gujarat Others
  • વડોદરામાં PI શક્તિસિંહ ગોહિલને આવ્યો હાર્ટ એટેક
  • પાણીગેટ પોલીસ મથકના PIને આવ્યો હાર્ટ એટેક
  • બે દિવસ પહેલા PIને થયો હતો છાતીમાં દુખાવો

રાજ્યમાં હાર્ટએટેકનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાણીગેટ પોલીસ મથકના 41 વર્ષિય પીઆઇ શક્તિસિંહ ગોહિલને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બે દિવસ પહેલા જ પી.આઈ શક્તિસિંહ ગોહિલને છાતીમાં દુખાવો થયો હતો. જેમાં છાતીમાં દુખાવાને એસીડીટી સમજી ગણકાર્યુ નહીં. તેમાં બીજે દિવસે ફરજ પર પીઆઇ શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી હતી.

ડોક્ટરે તેઓની હાલત જોઇને  તરત હાર્ટ હોસ્પિટલમાં મોકલ્યા હતા. હોસ્પિટલમાં તેઓનું ચેકઅપ  ચાલતું હતું. ત્યારે જ એટેક આવ્યો હતો. ડોક્ટર  દ્વારા એન્જિયોગ્રાફી અને  એન્જિયોપ્લાસ્ટી કરી એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. 41 વર્ષના પી.આઇ.ની હાલત હાલ  સુધારા હેઠળ છે.

અગાઉ, મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. લુણાવાડા પરા બજારમાં સાવરણીનો વ્યવસાય કરતા વેપારીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. વહેલી સવારે દુકાન પર પોતાનો સામાન મૂકી ઘરે ગયા હતા, ઘરે જતા છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ પહોંચે  તે પહેલા જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 42 વર્ષીય ફિરોજભાઈ તાહીરભાઈ ઘડિયાળીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.



આ પણ વાંચો:બગસરામાં વિધર્મી નરાધમ યુવકે 13 વર્ષની બાળકી પર આચર્યું દુર્ષકર્મ

આ પણ વાંચો:એકએ પકડ્યા ખતરનાક આતંકવાદીને, તો બીજાએ ડ્રગ્સ પર સકંજો કસ્યો… જાણો બે સબ ઈન્સ્પેક્ટરની કહાની

આ પણ વાંચો:“ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

આ પણ વાંચો:સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત