દેશના મુખ્ય શેરબજાર BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન બુધવારે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં ખરીદીને કારણે બુધવારે સવારના વેપારમાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3,33,26,881.49 કરોડ સુધી પહોંચી ગયું હતું. 83.31 રૂપિયાની વિનિમય કિંમત પર આ રકમ ચાર ટ્રિલિયન ડૉલરથી વધુ છે.
વૈશ્વિક બજારોમાં ભારતીય શેરબજાર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી બજારહિસ્સાની દ્રષ્ટિએ પાંચમા સ્થાને છે. જ્યારે કેલેન્ડર વર્ષમાં નિફ્ટીમાં અત્યાર સુધીમાં 10%થી વધુનો વધારો થયો છે. 2023માં ભારતનું એમ-કેપ વધીને રૂ. 51 લાખ કરોડની આસપાસ થવાની તૈયારીમાં છે. દલાલ સ્ટ્રીટ પર સ્મોલ અને મિડકેપ શેરો અને બેક-ટુ-બેક આઇપીઓના સારા પ્રદર્શનને કારણે આ બન્યું છે. ભારત મે 2021માં ત્રણ ટ્રિલિયન ડૉલર ક્લબમાં સામેલ થયું હતું.
આશરે $48 ટ્રિલિયનની માર્કેટ કેપ સાથે, યુએસ એ અત્યાર સુધી વિશ્વનું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ છે. તે પછી ચીન ($9.7 ટ્રિલિયન) અને જાપાન ($6 ટ્રિલિયન) આવે છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા વધ્યું છે, જ્યારે ચીનનું માર્કેટ કેપ 5 ટકા ઘટ્યું છે. ટોપ-10 માર્કેટ કેપ ક્લબમાં અમેરિકા એકમાત્ર એવું બજાર છે જે ભારત કરતાં 17 ટકાના દરે વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામ્યું છે. આ વર્ષે વિશ્વના તમામ બજારોનું સંયુક્ત માર્કેટ કેપ 10 ટકા વધીને $106 ટ્રિલિયન થઈ ગયું છે.
આ પણ વાંચો:Gold Rate/સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર
આ પણ વાંચો:PM Svanidhi Yojana/તમારો બિઝનેસ શરુ કરવા સરકાર આપી રહી છે લોન, જાણો બેનિફિટ અને યોગ્યતા
આ પણ વાંચો:LIC Share Price/IDBI બેંકમાં હિસ્સો વેચવા પર LIC ચેરમેનનું નિવેદન, જાણો શું છે પ્લાનિંગ?
આ પણ વાંચો:ADANI GROUP/ઉત્તરાખંડ ટનલના નિર્માણ સાથે અમારો કોઈ સંબંધ નથી, સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છેઃ અદાણી ગ્રુપ
