Approval Cancel/ અમદાવાદમાં ચાર સ્કૂલોની માન્યતા રદ કરતા શૈક્ષણિક વર્તુળ સ્તબ્ધ

અમદાવાદમાં ચાર સ્કૂલોની માન્યતા રદ કરી દેવામા આવતા શૈક્ષણિક વર્તુળોમાં સોંપો પડી ગયો છે.  જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસ રિપોર્ટ પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ ચાર સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદમાં ચાર સ્કૂલોની માન્યતા રદ કરી દેવામા આવતા શૈક્ષણિક વર્તુળોમાં સોંપો પડી ગયો છે.  જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસ રિપોર્ટ પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ ચાર સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમા બે સ્કૂલો હાટકેશ્વરની છે અને બે સ્કૂલો ગેરતપુરની છે. બંધ કરવામાં આવનારી બધી સ્કૂલો ખાનગી છે.

સામાન્ય રીતે સ્કૂલ શરૂ થાય પછી તેની માન્યતા રદ થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. પણ અમદાવાદમાં એક સાથે ચાર સ્કૂલ રદ કરવાના નિર્ણયે શહેરના શૈક્ષણિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. શહેરમાં નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નૂતન હિન્દી વિદ્યાલય, શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ, ભગવતી ગુજરાતી બાલમંદિર તથા પ્રાથમિક સ્કૂલ (ગુજરાતી માધ્યમ પહેલાથી આઠમું ધોરણ) એક જ સ્થળે બિલ્ડિંગમાં ચલાવવામાં આવે છે.

આ સ્કૂલમાં જરૂરિયાત મુજબના ક્લાસરૂમો ન હતા. તેની સાથે આ સ્કૂલને મંજૂરી આપવામાં આવી તે સમયે એફિડેવિટમાં ખોટું સોગંદનામુ કરીને માન્યતા મેળવી લેવામાં આવી હોવાનું સાબિત થયું હતું. આથી આ ગેરરીતિ અને અપૂરતી સગવડના લીધે શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ તથા ભગવતી બાલમંદિર તથા ગુજરાતી પ્રાથમિક સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી.

હાટકેશ્વરની નૂતન અંગ્રેજી માધ્યમની માન્યતા રદ કરાઈ અને હાટકેશ્વરની જ મિતુલ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં હોવાના લીધે તેની માન્યતા રદ કરાઈ. ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રદ્ધા અંગ્રેજી માધ્યમની માન્યતા રદ કરાઈ. ભગવતી અને શ્રદ્ધા સ્કૂલમાં પ્રાથમિક સગવડોના અભાવે માન્યતા રદ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની શાળાઓ સામે ફરિયાદના પગલે અમદાવાદ શહેર કચેરી ડીઇઓએ અધિકારીઓને રૂબરુ મોકલીને તપાસ હાથ ધરી હતી. તેના પછી આઠ નવેમ્બરે તેની સુનાવણી પણ કરવામાં આવી હતી. તપાસના કારણો અને સુનાવણીના નિવેદન પછી ફાઇનલ રિપોર્ટ ડીઇઓને મોકલાયો હતો. રિપોર્ટ મુજબ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી. ડીઇઓ કચેરીમાં તેની પણ તપાસ ચાલતી હતી.

આ બે સ્કૂલો ઉપરાંત શહેરના હાટકેશ્વરની નૂતન હિન્દી માધ્યમ સ્કૂલ અને નૂતન ગુજરાતની માધ્યમ સ્કૂલની માન્યતા પણ રદ કરવાનો આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો છે. સ્કૂલો રદ કરવાનો આદેશ આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે. બંધ કરાયેલી સ્કૂલોના વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં પ્રવેશ અપાશે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ