અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેવા ઝડપી મુસાફરીની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદથી ડાયરેક્ટ અયોધ્યાની ફલાઈટમાં મુસાફરી કરી શકાશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. રામમંદિરમાં 22 જાન્યુઆરી2024ના રોજ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ભવ્ય સમારોહમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. દેશના ઉદ્યોગપતિથી લઈને અભિનેતા, ક્રિકેટરો ઉપરાંત અન્યક્ષેત્રના મહાનુભવોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફલાઈટ સુવિધા
ગુજરાતમાંથી પણ અનેક લોકો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદીઓ માટે સારા સમાચાર છે કે તેઓ ઓછા સમયમાં અયોધ્યા પંહોચી શકશે. અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફલાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ સુવિધા શરૂ થશે અને રામભક્તો રામમંદિરની મુલાકાત લઈ શકશે. અમદાવાદના સરદાર વલ્લભાઈપટેલ એરપોર્ટથી અયોધ્યાની ડાયરેક્ટ ફલાઈટનું સંચાલન ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા કરવામાં આવ્યું છે. રામ ભક્તોએ અમદાવાદથી અયોધ્યા જવા માટે મહત્તમ 3999 ભાડું ચૂકવવાનું રહેશે. અમદાવાદથી અયોધ્યા ફલાઈટમાં મુસાફરી માટે ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટનો સમય થશે.
અયોધ્યાનું એરપોર્ટ છે ખાસ
અયોધ્યાનું એરપોર્ટ દેશના અન્ય એરપોર્ટથી અલગ છે. અયોધ્યાનું એરપોર્ટ વિશેષ રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે. અયોધ્યાનું એરપોર્ટ રામ મંદિરની ઝાંખી બતાવે છે. અયોધ્યા એરપોર્ટનું નિર્માણ સંસ્કૃતિ અને શાશ્વત પાસાને ધ્યાનમાં રાખીને કરાયું છે. એરપોર્ટના દરેક ખૂણામાં તે મૂલ્યો પ્રતિબિંબિત થાય છે જેના પર અયોધ્યાવધુ પ્રખ્યાત ગણયા છે. આ એરપોર્ટ નાગર શૈલી પ્રમાણે બનાવવામાં આવ્યું છે. ટર્મિનલની છતને જાળવી રાખતા પ્રચંડ સ્તંભો રામાયણના કાંડનું પ્રતિનિધિત્વ કરે છે, જે સાંસ્કૃતિક સમૃદ્ધિને એરપોર્ટની ડિઝાઇનમાં એકીકૃત રીતે સંકલિત કરે છે.
સુપ્રીમનો આદેશ
અયોધ્યામાં નિર્માણ પામતું રામમંદિર બહુ વિવાદીત રહ્યું. અનેક વિવાદો બાદ અંતતઃ અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. રામમંદિરનું નિર્માણ કાર્ય હાલમાં પૂર્ણતાને આરે છે લગભગ 90 ટકા જેટલું કામ થઈ ગયું છે. અયોધ્યામાં આગામી મહિને 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ ભવ્ય સમારોહમાં પ્રવેશ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉચ્ચસ્તરીય આયોજન હાથ ધરાયું છે.
