Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે થરાદમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેનાં મોત થયા છે. થરાદ પાલિકા પૂર્વ પ્રમુખનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે. તો સુરત, અરવલ્લીમાં પણ થોડા દિવસો અગાઉ હાર્ટ એટેકથી જીંદગી ગુમાવી હતી.
બનાસકાંઠાના થરાદમાં આજે થરાદ પાલિકા પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જેપાલને હાર્ટ એટેક આવ્યા બાદ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર હેતુ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી બાજુ મફાભાઈ માળી નામની વ્યક્તિનું અચાનક હ્રદય રોગનો હુમલો થતાં મોત થયું હતું. જેથી બંને વ્યક્તિઓના પરિવારમાં ગમગીની ફેલાઈ હતી.
થોડા દિવસો અગાઉ સુરતમાં એક સાથે 5 લોકોના મોત થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. સુરતના પાંડેસરા, હજીર, પુણા વિસ્તારમાં અચાનક લોકો નીચે ઢળી પડતાં લોકોના મોત થયા હતા. તો થોડા દિવસ પૂર્વે રાજકોટમાં 4 લોકોના મોત થયા હતા, અરવલ્લીમાં 1નું મોત નિપજ્યું હતું.
