ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શુભમન ગિલને BCCIના ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. 2019 બાદ યોજાનાર BCCIના વાર્ષિક પુરસ્કારોનું હૈદરાબાદમાં મંગળવારે એવોર્ડ વિતરણ કરવામાં આવશે.શુભમન ગિલે વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 12 મહિનાના જ વન-ડેમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો. શુભમન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. સાઉથ આફ્રિકા સામે તે આ ક્રમમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તે હોમ ગ્રાઉન્ડ પર શાનદાર વાપસી કરવા ઉત્સુક છે.
જયારે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.તેમણે ભારત માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી છે. તેમણે કોમેન્ટેટર તરીકે પણ ઘણું નામ કમાવ્યું છે અને બે વખત ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2016 વચ્ચે ટીમ ડાયરેક્ટર હતા. તે પછી તે 2021 T20 વર્લ્ડ કપ સુધી ટીમનો મુખ્ય કોચ રહ્યો. તેમના કોચિંગ કાર્યકાળ દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા સામે તેમના દેશમાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જોકે, શાસ્ત્રી અને વિરાટ કોહલીના સંયોજનને કારણે ભારત ICC ટ્રોફી જીતી શક્યું નથી.
ભારત તેમના કોચિંગ હેઠળ 2019 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત 2019 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. શાસ્ત્રીએ 2021 T20 વર્લ્ડ કપ પછી કહ્યું હતું કે તે ટીમ પર વધુ ગર્વ કરી શકે નહીં. ક્રિકેટના ઈતિહાસની આ સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક છે, આ ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તે દરરોજ નથી થતું
