Crime/ દસ્ક્રોઈમાં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું

દસ્ક્રોઈ (Daskroi)માં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અન્ય કર્મી….

Top Stories Gujarat

Ahmedabad News: અમદાવાદ જીલ્લામાં દસ્ક્રોઈમાં બેફામ બૂટલેગરોએ પોલીસ (Police)ની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય કર્મી ઘાયલ થયા હતા. અકસ્માત થતાં બૂટલેગરો (Bootleggers)ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા.

અમદાવાદ (Ahmedabad) જીલ્લામાં દસ્ક્રોઈ (Daskroi)માં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અન્ય કર્મી ઘાયલ થયા હતા. અકસ્માત થતાં બૂટલેગરો ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા. પોલીસે બતાવ્યું કે, બૂટલેગરોની ગાડીને રોકવા તેઓ PCR વાનમાં પોલીસ અને તેમની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી. પોલીસની ગાડી જ્યારે બૂટલેગરોની ગાડીને રોકવા આગળ વધી ત્યારે બૂટલેગરોએ તેમની કારને જોરથી ટક્કર મારી હતી. PCR વાનમાં સવાર બળદેવ નિનામા અને જીઆરડી જવાન ઘાયલ થઈ ગયા હતા. જોકે, એક પોલીસકર્મીનું મોત થઈ ગયું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

પોલીસે બૂટલેગરોની ગાડીમાંથી 14 હજાર રૂપિયાના મૂલ્યની કિંમતનો દારૂ (Liquor)જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર બૂટલેગરો વિરૂદ્ધ દારૂબંધી અને દારૂની હેરાફેરીનો ગુનો નોંધ્યો હતો. તેમજ તેના ખરીદ વેચાણકર્તાની સમગ્ર માહિતીનું પગેરૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Supreme Court/ મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ સર્વોચ્ચ અદાલતના જજ તરીકે લીધા શપથ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ