નાણામંત્રી 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીને લઈને 1 ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલ સીતારમણ બજેટ રજૂ કરવા સાથે નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. આ સાથે, તે દેશના બીજા નાણામંત્રી હશે જે છઠ્ઠુી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અને મહિલા નાણામંત્રી તરીકે પ્રથમ નાણામંત્રી છે જેમણે વધુ વખત બજેટ રજૂ કર્યું છે.

અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરનાર એક માત્ર પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ છે જેમણે સતત 10 વખત બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 1959-61 થી 1963-64 માટેના કેન્દ્રીય બજેટ, 1962-63 માટે વચગાળાના બજેટ સહિત, મોરારજી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 1964 અને 1968માં 29 ફેબ્રુઆરીના રોજ, તેઓ તેમના જન્મદિવસ પર કેન્દ્રીય બજેટ રજૂ કરનાર એકમાત્ર નાણામંત્રી બન્યા હતા. દેસાઈએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ અને તેમના બીજા કાર્યકાળમાં ત્રણ અંતિમ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. દેસાઈના રાજીનામા બાદ ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલય સંભાળ્યું અને નાણા પ્રધાન પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા.

વધુ વખતે કોણે રજૂ કર્યું બજેટ
સીતારમણ પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે, જેમણે જુલાઈ 2019 થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે. આ સપ્તાહમાં નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. કોઈપણ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ આ સૌથી વધુ બજેટ છે. પરંતુ દેસાઈએ વચગાળાના બજેટ સહિત સતત છ વખત બજેટ રજૂ કર્યા હતા. નાણા પ્રધાન તરીકે, દેસાઈએ 1959-1964 વચ્ચે પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તે જ સમયે, સીતારામન 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવાની સાથે, તે મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા જેવા ભૂતપૂર્વ નાણાં પ્રધાનોના રેકોર્ડને પણ પાછળ છોડી દેશે. તમને જણાવી દઈએ કે આ નેતાઓએ સતત પાંચ વખત બજેટ રજૂ કર્યા હતા.
![]()
દેશનું પ્રથમ બજેટ
ભારતમાં સૌ પ્રથમ બજેટ રજૂ કરનાર લિયાકત અલી ખાન હતા. જેમણે આઝાદીના લગભગ 6 મહિના પહેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચગાળાની સરકારમાં બજેટ રજૂ કર્યું હતું. જો કે ભારત આઝાદ થયા બાદ સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર.કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
લિયાકાત દ્વારા રજૂ કરવામાં આવેલ ભારતના પ્રથમ બજેટને આજે પણ યાદ કરવામાં આવે છે. લિયાકત અલી ખાને ભારતનું પ્રથમ બજેટ રજૂ કરતા મીઠા પરનો ટેક્સ હટાવીને કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. પ્રથમ, તેમણે રૂ. 1 લાખથી વધુના વ્યવસાયના નફા પર 25 ટકા ટેક્સ લાદ્યો. ઉપરાંત, 5000 રૂપિયાથી વધુની સંપત્તિના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમણે કોર્પોરેશન ટેક્સ પણ બમણો કર્યો. આ બજેટનો ઉદ્યોગપતિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે લિયાકાત ખાને રજૂ કરેલ બજેટ ‘ગરીબોનું બજેટ’હતું. જેનો સૌથી વધુ લાભ ગરીબવર્ગને થયો હતો. અને બજેટને લઈને લિયાકાત ખાન પર જુદા-જુદા આક્ષેપો પણ થયા હતા કે મુસ્લીમ લીગ પોતાનો હેતુ પાર પાડવા કોંગ્રેસમાં જોડાઈ છે. એવું માનવામાંઆવે છે કે લિયાકાત બજેટના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષમાં વધુ ટકરાવ થયો હતો.
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના બજેટ પર મતદાન કરવામાં આવશે. આનાથી સરકારને એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક વસ્તુઓ પર ખર્ચ કરવાનો અધિકાર મળશે.
આ પણ વાંચો: હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓમોટો અરજી પર આજે સુનાવણી, ‘સુઓમોટો’ એટલે શું
આ પણ વાંચો:સુરત મ્યુનિ. બજેટમાં વિઝન 2047 પર ફોકસ કરવામાં આવ્યું
આ પણ વાંચો:
