ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તેણે 277 બોલમાં 200 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ દરમિયાન તેણે 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
આમ કરનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો
ભારત માટે સુનીલ ગાવસ્કરે માત્ર 21 વર્ષ અને 227 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. જ્યારે વિનોદ કાંબલી ગાવસ્કર કરતા પણ આગળ છે. કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બેવડી સદી ફટકારી છે. હવે જયસ્વાલે બેવડી સદી ફટકારી છે અને તેણે 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તે ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજા સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.
The moment when Yashasvi Jaiswal reached his maiden double century 💯💯
Take a bow, young man! 🤌#YashasviJaiswal #INDvsENGpic.twitter.com/aLoDWPdxnw
— OneCricket (@OneCricketApp) February 3, 2024
WTCમાં ભારત તરફથી ચોથી બેવડી સદી
યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. યશસ્વી જયસ્વાલ પહેલા મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, ચાર વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાના કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી હોય.
આ પણ વાંચો:IND vs ENG Test Series 2024/ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ : સ્ટાર ક્રિકેટરોના સ્થાને કોને મળશે સ્થાન, BCCIએ આપ્યા સંકેત, સરફરાઝ કે રજત પાટીદાર?
આ પણ વાંચો:Mayank Agarwal/પ્લેનમાં ચડતાની સાથે જ મયંક અગ્રવાલની તબિયત કેમ બગડી? તપાસમાં આ વાત બહાર આવી છે
આ પણ વાંચો:ICC Under 19 World Cup/ભારતે અંડર-19 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું,મુશીર ખાનની શાનદાર બેટિંગ
