Not Set/ પોલિસ સુતી રહી,એક જ રાતમાં 15 ફ્લેટમાંથી 10 લાખની મત્તા ઉઠાવી ગયા તસ્કરો

  અમદાવાદ દિવાળીના તહેવારોમાં અમદાવાદ શહેરનું પોલિસ ડિપાર્ટમેન્ટ સુરક્ષા અંગે ભલે ગમે તેવો દાવો કરે પરંતું તસ્કરોએ તો નવા વર્ષનું મુહુર્ત કરી નાંખ્યું છે.અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ રાતમાં 15 મકાનોના તાળા તુટી જતાં પોલિસતંત્ર ઉંઘતુ ઝડપાયું છે.કાળી ચૌદશની રાત્રે વસ્ત્રાલના અબજી બાપા લેકવ્યુ ફ્લેટ અને કલ્પતરુ ફ્લેટના બધુ મળીને 15 મકાનોમાં ચોરી થઇ […]

Top Stories

 

અમદાવાદ

દિવાળીના તહેવારોમાં અમદાવાદ શહેરનું પોલિસ ડિપાર્ટમેન્ટ સુરક્ષા અંગે ભલે ગમે તેવો દાવો કરે પરંતું તસ્કરોએ તો નવા વર્ષનું મુહુર્ત કરી નાંખ્યું છે.અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ રાતમાં 15 મકાનોના તાળા તુટી જતાં પોલિસતંત્ર ઉંઘતુ ઝડપાયું છે.કાળી ચૌદશની રાત્રે વસ્ત્રાલના અબજી બાપા લેકવ્યુ ફ્લેટ અને કલ્પતરુ ફ્લેટના બધુ મળીને 15 મકાનોમાં ચોરી થઇ હતી,જેમાં 10 લાખ રૂપિયા જેટલી મત્તા ચોરાઇ છે.

મળતી વિગતો પ્રમાણે દિવાળીની વહેલી સવારે અબજીબાપા લેકવ્યૂના રહીશો ઊઠ્યા ત્યારે તેમના પડોશના રહીશોનાં મકાનનાં તાળાં તૂટેલાં જોયાં હતાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એચ, જે, અને જી બ્લોકના ૧૦ ફ્લેટનાં તાળાં તોડીને તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી છે. દસ ફ્લેટમાં થયેલી ચોરીને પગલે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરીને બોલાવી દીધી હતી.અબજીબાપા લેકવ્યૂમાં ચોરી થઇ ગયા પછી તસ્કરો તેની બાજુમાં આવેલા કલ્પતરુ એપાર્ટમેન્ટના પાંચ ફ્લેટમાં ચોરીની ઘટનાને અંજામ આપીને રફુચક્કર થઇ ગયા હતા.

અબજીબાપા લેકવ્યુ ફ્લેટમાં થયેલી ચોરીની આ ઘટના આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં ચાર શખ્સો ફ્લેટમાં ચોરી કરતા જોવા મળી રહ્યાં છે.

એક જ રાતે ચાર આરોપીઓએ બે ફ્લેટોના 15 મકાનોના તાળા તોડતાં પોલીસ દોડતી થઇ છે. આ ચાર આરોપીઓની ટોળકીએ મકાનોમાં સોનાના ઘરેણા જ ચોર્યા હોવાનું જાણવા મળ્યું છે. 15 મકાનોમાં કુલ 10 લાખથી વધુની ચોરી કરી હોવાનું મનાય છે.

હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ખાસ કરીને એક જ રાતે આ બધા મકાનોના તાળા કેવી રીતે તૂટ્યાં તે દીશામાં પોલીસ તપાસ કરી રહી છે.