અમદાવાદઃ જૂનાગઢ તોડકાંડમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની (Taral Bhatt) પૂછપરછના આધારે પોલીસે બે બૂકીઓની ધરપકડ કરી છે. આ બુકીઓએ સટોડિયાઓ પાસેથી કેવી રીતે તોડ કરવામાં આવતા હતો તેના વટાણા વેરી નાખ્યા છે. તેના પગલે પીઆઇ તરલ ભટ્ટના ગળા ફરતે કાયદાનો ગાળિયો વધુ આકરો બને તેવી સંભાવના છે.
તરલ ભટ્ટને બેન્ક ખાતાની વિગતો આપનારા બુકીમાં એક અમદાવાદનો બુકી (Bookie) છે અને બીજો મુંબઈનો છે. અમદાવાદના બુકીને સિંધુભવન રોડ પરથી પકડવામાં આવ્યો છે. હજી પણ બીજા બુકીઓની ધરપકડ બાકી છે. તેઓને આગામી દિવસોમાં ઝડપવામાં આવે તેમ મનાય છે.
તોડકાંડમાં પકડાયેલા બુકીઓએ તરલ ભટ્ટની મોડસ ઓપરેન્ડી અંગે વટાણા વેરી નાખ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ ક્રિકેટના સટ્ટામાં ઉપયોગમાં લેવામાં આવતા બેન્ક ખાતાની વિગતો તરલ ભટ્ટને આપતા હતા. તરલ ભટ્ટ પછી આ એકાઉન્ટ તેમની સત્તાનો ઉપયોગ કરીને ફ્રીઝ કરાવી દેતા હતા. તેના પછી તે ખાતાધારકોને બોલાવીને એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાના સીધા 50 ટકા રૂપિયા લેતા હતા. સ્વાભાવિક છે કે કરોડોના બેનામી વ્યવહાર થતા હોય ત્યારે કોણ આમા શું બોલે. તેથી ખાતાધારકોએ તેમને રૂપિયા આપી દેવા પાડતા હતા. આ રીતે ક્રિકેટના સટ્ટાની રકમનું તોડપાણી થતું હતું. તેમણે આ જ તોડકાંડ હવે જૂનાગઢમાં પણ શરૂ કર્યો હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
