Signature Bridge/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા – બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે…

બેટ દ્વારકાને જોડવા વિશાળ પુલનું નિર્માણ કરવા 2017થી જ તેની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીનો પુલ પહેલા ફક્ત દ્વારકા જવા હોડીનો ઉપયોગ કરવામાં………..

Top Stories Gujarat

Dwarka News:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ધામને મુખ્ય દ્વારકા સાથે જોડનાર ઓખા બેટ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરીએ કરશે. રૂપિયા 978 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો 2.5 કિલોમીટર લાંબો આ પુલ દ્વારકાધીશ મંદિરે જનારા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે મોટો લાભ આપતો બનશે. દરિયા કિનારે જે લોકો પાંચ કલાકમાં રસ્તો કાપતા હતા તે હવે માત્ર 3 કલાકમાં જ પૂરો કરી શકશે.

પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી…

કેન્દ્ર સરકારે ધાર્મિક મહત્વ ધરાવતી બેટ દ્વારકાને જોડવા વિશાળ પુલનું નિર્માણ કરવા 2017થી જ તેની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીનો પુલ પહેલા ફક્ત દ્વારકા જવા હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે ઘણો સમય માગી લેતો હતો.

દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ

સુંદર સિગ્નેચર બ્રિજની ડિઝાઈન ઘણી સુંદર છે. બંને બાજુએ દીવાલો પર ભગવદ ગીતાના અસંખ્ય શ્લોક લખવામાં આવ્યા છે. સાથે જ બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે. આ હવે દેશનો  સૌથી લાંબો કેબલ બ્રિજ બની ગયો છે. ફૂટપાથના ઉપના ભાગે સોલાર પેનલ લાગાડવામાં આવ્યા છે. જે એક મેગાવોટ વીજળી પેદા કરવામાં સક્ષમ હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં PM MITRA પાર્કનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચોઃ Hamas Israel War/ ગાઝાની અલ નાસેર હોસ્પિટલમાં ઈઝરાયેલી સૈનિકોની કાર્યવાહી

આ પણ વાંચોઃ ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો