Khele Sanand Sports League/ સીએમ ભુપેન્દ્ર પટેલે ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનો શુભારંભ કરાવ્યો

CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગોધાવી સ્થિત સંસ્કાર ધામ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’નો  (Khele Sanand Sports League) શુભારંભ કરાવ્યો.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગોધાવી સ્થિત સંસ્કાર ધામ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’નો  (Khele Sanand Sports League) શુભારંભ કરાવ્યો.  આજના ડિજિટલ યુગમાં બાળકોમાં આઉટડોર ગેમ પ્રત્યે રુચિ વધે અને સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન
અનિવાર્ય છે.

તેમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનો ગુજરાતનો નિર્ધાર છે, ત્યારે યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું ગૌરવ વધારે તે માટે પણ આવા સ્પોર્ટ્સ કાર્યક્રમ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

તેની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો તેનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું વર્તમાન પીએમ મોદીએ ગુજરાતીઓમાં રમત પ્રત્યેની ભાવના વિકસે અને રમતમાં ભાગ લેવાની તથા સારો દેખાવ કરવાની ભાવના વિકસે તે હેતુથી ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો. આ ખેલ મહાકુંભ હજી પણ ચાલુ છે.

તેના પછી તેમણે પીએમ બન્યા પછી ખેલો ઇન્ડિયા મહોત્સવ શરૂ કરાવ્યો છે. આજે સમગ્ર દેશમાં તેની જોરશોરથી ઉજવણી થાય છે. યુવાનોમાં રમત પ્રત્યેનું આકર્ષણ વધે અને ફિટનેસ માટેની જાગૃતિ કેળવાય તે માટે આ પ્રકારના રમતોત્સવ શરૂ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ