Wife Murder/ ‘આ લાશ પડી છે વિડીયોમાં જોઇ લો, મેં મારી પત્નીની હત્યા કરી છે ’, રાજકોટની હચમચાવી દેતી ઘટના

મેં મારી પત્નીની હત્યા કરી છે આ લાશ પડી છે જોઈ લો, આ આંચકાજનક શબ્દો ઉચ્ચાર્યા છે પતિએ પોતાની પત્નીની લાશ બતાવીને. 

Top Stories Gujarat Rajkot Breaking News

રાજકોટઃ મેં મારી પત્નીની હત્યા (Wife Murder) કરી છે આ લાશ પડી છે જોઈ લો, આ આંચકાજનક શબ્દો ઉચ્ચાર્યા છે પતિએ પોતાની પત્નીની લાશ બતાવીને.  પત્નીના મિત્ર સાથે આડાસંબંધ હોવાથી હત્યા કરી પતિએ તેનો લાઇવ વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં તેણે લોકોની માફી માંગી હતી અને આ વિડીયો સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મૂકતા સમગ્ર સોસાયટી હતપ્રભ બની ગઈ હતી. વિડીયોમાં પતિએ તેની આપવીતી જણાવતા કહ્યું હતું કે મને મારી પત્નીએ ખૂબ જ તકલીફ આપી છે. પત્નીને મારા મિત્ર સાથે આડાસંબંધ હોવાથી આમ કર્યુ છે. મને મારા મિત્ર અને પત્ની બંનેએ દગો આપ્યો છે.

મારા લગ્નને 17 વર્ષ થયા છે, મેં મારી પત્નીને આડાસંબંધો બંધ કરવાના મુદ્દે ખૂબ જ સમજાવી, પરંતુ તે સમજી જ નહી. મારો મિત્ર પણ ન સમજતા મારે આ પગલું લેવું પડ્યું. પતિએ જણાવ્યું હતું કે હું પોતે આ હત્યા કરીને પોલીસ સ્ટેશનમાં સરંડર થઈ ગયો છું. વિડીયોમાં પતિએ તેની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે મારી પત્નીને બીજા પાસે જવું હતું, મેં તેને સમજાવ્યું કે દીકરીને દસમું ધોરણ છે હાલમાં આવું કોઈ પગલું ન ભરીશ, પણ પત્ની માનતી જ ન હતી. તેની સાથે મારો મિત્ર પણ માનતો ન હતો.

આ ઘટનામાં રાજકોટમાં અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં બી 103 ફ્લેટમાં બની છે. પતિએ અનૈતિક સંબંધોના લીધે પત્નીની હત્યા કરી છે. અંબિકા ગુરુપા જીરોલી નામની 34 વર્ષીય પરીણિતાની તેના પતિ ગુરુપા જિરોલીએ જ માથામાં પથ્થરના ચારથી પાંચ ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી ગુરુપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામેલિયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપી મૂળ મહારાષ્ટ્રના વતની છે અને કર્ણાટકના બોર્ડર પર તેમનું ગામ આવેલું છે. પતિએ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ