@મેહુલ દુધરેજીયા
ભાજપે લોકસભા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કાર્યકર્તાઓ સામે લાલ આંખ કરી છે. એક તરફ કોંગ્રેસના કાર્યકરોનો ભરતી મેળો છે. તો બીજી તરફ પક્ષ વિરોધી લોકોનો સફાયો થઇ રહ્યો છે. વડોદરાના સ્થાનિક અને રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ ડો.જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અચાનક તેઓને પદ ઉપરથી હટાવ્યા હતા. ડો.જ્યોતિ પંડ્યાને હટાવા પાછળનું કારણ હજુ અકબંધ છે. આ સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ ગણગણાટ શરુ થયો છે. ડો. જ્યોતિ પંડ્યાની કામગીરી કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે સ્પષ્ટતા કરવામાં આવી નથી.જ્યોતિ બેન પંડ્યા અગાઉ વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે.

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક
આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો
આ પણ વાંચો:2019 થી અત્યાર સુધી ખરીદ્યા 22,217 ઈલેક્ટોરલ બોન્ડ, 22,030 રોકડ: SCમાં SBIનું એફિડેવિટ
