દેશમાં આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા PM મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. આ અભિયાન ‘હું મોદીનો પરિવાર છું’ નામથી શરૂ કરવામાં આવ્યું છે.
मेरा भारत, मेरा परिवार! pic.twitter.com/GzkIIvEIUb
— Narendra Modi (@narendramodi) March 16, 2024
આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા PM મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. આ અભિયાન ‘હું મોદીનો પરિવાર છું’ નામથી શરૂ કરવામાં આવ્યું છે અને તેને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
Vipaksh khud apne pairon pe kulhadi maarta hai #ModiKaParivaar #मोदीकापरिवार😇pic.twitter.com/V8LtaqFFlx
— Anurag (@LekhakAnurag) March 16, 2024
PM મોદીએ X પર વીડિયો શેર કર્યો અને લખ્યું- ‘મારું ભારત, મારો પરિવાર.’ ઝુંબેશના વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિપક્ષ નેતા લાલુ પ્રસાદ યાદવે એક જાહેરસભામાં વડાપ્રધાન મોદીને કોઈ પરિવાર નથી તેવો ટોણો માર્યો હતો. જેના જવાબમાં ભાજપના દિગ્ગજ નેતા યોગીથી લઈને કાર્યકરોએ પોતાના X હેન્ડલ પર ‘મેં હું મોદી કા પરિવાર’ કેમ્પેઈન ચલાવ્યું હતું. અને આ હવે PM મોદીએ ‘હું મોદીનો પરિવાર છું…’ કેમ્પેઈન દેશવાસીઓને સમર્પિત કરતાં તમામને પોતાના પરિવાર ગણાવ્યા છે.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
