robbary/ થાણેમાં ગુજરાતી બિલ્ડરના બંગલામાં 19.90 લાખની દિલધડક લૂંટ

યેઉરમાં છ શખ્સોએ દાગીના, ડાયમંડ અને રોકડ રકમ લૂંટી લીધી

Top Stories India

Maharashtra News : થાણે જીલ્લાના યેઉરમાં 50 વર્ષીય ગુજરાતી બિલ્ડરના ઘરનમાં ઘુસીને 6 શખ્સોએ બંદૂકની ધાક બતાવીને 19.90 લાખની માલમતાની લૂંટ ચલાવી હતી.  જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીઓ ભાગી જતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે યેઉરમાં ભય સાથે સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ બનાવની વિગત મુજબ યેઉરમાં ગુજરાતી બિલ્ડર ફાર્મહાઉસ ધરાવે છે. જ્યાં મંકી કેપ પહેરીને આવેલા છ શખ્સોની સશસ્ત્ર ટોળકીએ બંદૂકની ધાક બતાવીને લૂંટ ચલાવી હતી. જેમાં દોઢ લાખ રૂપિયા રોકડા, ડાયમંડ, અને પ્લેટિનિયમ તથા સોનાના દાગીના મળીને 19.90 લાખની દિલધડક લૂંટ ચલાવી હતી.

ટોળકીએ બિલ્ડર સુધીર નાયર અને તેમના મિત્ર વિનય નાયરને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આ લૂંટને અંજામ આપ્યો હતો.

વર્તકનગર પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ રાજકુમાર વાઘચૌરેના જણાવ્યા મુજબ બિલ્ડરને લૂંટનારા શખ્સોની ઓળખ માટે ફાર્મહાઉસ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાઈ હતી. જોકે મંકી કેપ પહેરી હોવાથી તેમના ચહેરા ઓળખી શકાતા નથી. જોકે પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Delhi Liquor/એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:gangrape/બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:મધ્યપ્રદેશ/ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા