LPG cylinders/ હવે LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરનારાઓની ખૈર નથી, સરકારે લીધો આ નિર્ણય,જાણો

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોની સુવિધા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ગેસનો જથ્થો 1 થી 2 કિલો ઓછો આવે છે.

Top Stories India

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોની સુવિધા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ગેસનો જથ્થો 1 થી 2 કિલો ઓછો આવે છે. આવી સ્થિતિમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ ગ્રાહકો તેને શોધી શકતા નથી. જેના કારણે ગેસ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ હવે સરકારે આવા લોકોને પકડવા માટે કડક પગલું ભરવાનું નક્કી કર્યું છે. સરકાર હવે LPG સિલિન્ડરને QR કોડથી સજ્જ કરવા જઈ રહી છે. આ સાથે ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળશે. આવો જાણીએ આ વિશે.

Fueling Traceability!

A remarkable innovation – this QR Code will be pasted on existing cylinders & welded on new ones – when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K

— Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022

 

LPG સિલિન્ડરમાં QR કોડ લગાવવામાં આવશે

આ બાબતે માહિતી આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે હવે સરકાર ગેસની ચોરી રોકવા માટે એલપીજી સિલિન્ડરને QR કોડથી સજ્જ કરવા જઈ રહી છે. તે કંઈક અંશે આધાર કાર્ડ જેવું હશે. આ QR કોડ દ્વારા ગેસ સિલિન્ડરમાં હાજર ગેસને ટ્રેક કરવાનું ખૂબ જ સરળ બનશે. આ સાથે, જો કોઈ વ્યક્તિ ગેસ સિલિન્ડરમાં ગેસ ચોરી કરે છે, તો તેને ટ્રેક કરવું ખૂબ જ સરળ રહેશે.