દુનિયામાં એવા ઘણા લોકો છે જેનામાં ખૂબ જ ટેલેન્ટ હોય છે, આ ટેલેંટ થકી તેઓ એવી વસ્તુઓ બનાવે છે જેને જોઇને લોકો પણ હેરાન થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાયરલ થતા હોય છે. આજે આપણે આવા જ વીડિયો વિશે ચર્ચા કરીએ. એક વીડિયોમાં એક વ્યક્તિ તેમના ટેલેન્ટ થકી એક સાયકલમાં એવા ફિચર ફિટ કર્યા છે જે જોઇને તમે પણ હેરાન થઇ જશો.
આપને જણાવી દઇએ કે કોલકાતામાં રહેતા એક વ્યક્તિને બ્રેન સ્ટોક હોવાથી ડોક્ટરે તેમને બાઇક ચલાવવાની ના પડી હતી. પણ બાઇક પ્રત્યેના પ્રેમને લઇને તે સાઇકલમાં એવી સુવિધાઓને લગાવી છે, જેને જોઇને લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં 70 વર્ષના પ્રદીપભાઇને રિટાયરમેન્ટ પછી તેમને સેરેબ્રલ અટેક આવ્યો હતો, જેના કારણે ડોક્ટરે તેમને બાઇકથી દુર રહેવા કહ્યુ હતુ. તેમને તેમની જુની બાઇક તો વેચી દીધી પરંતુ તેમની જુની સાયકલને કસ્ટમાઇજ કરીને એવી બનાવી છે કે તેને જોઇને લોકોની નજર ત્યાંથી હટટી નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે બ્રાઇટ રંગનીઆ સાયકલમાં ટુલકિટથી લઇને વોટર ટેંક અને પંખો પણ જોવા મળે છે. એટલુ જ નહી પણ સાયકલ પર નંબર પ્લેટ પણ જોવા મળે છે.
View this post on Instagram
Instagram પર આ વીડિયો શૂટર બોંગ નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને આત્યાર સુધી 4 હજારથી પણ વધુ લોકોએ લાઇક કરી છે. વીડિયો જોયા પછી લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. વીડિયો દેખીને એક યુજર્સે લખ્યુ કે કોલકાતાનો અર્થ જ સાદગી છે. ત્યારે બીજા યુજર્સે લખ્યુ કે આ સાયકલ ખરેખર શાનદાર છે.
આ પણ વાંચો:ગાય માતાને લઈ આ સંસ્થાનું અનોખું સેવા કાર્ય, રસ્તાઓ પર ફરતી ગાયોને પીવડાવ્યું મેંગો જ્યુસ
આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના