viral video-/ ગેસ સિલિન્ડર ચોરને રિક્ષાચાલકે આપી ભયાનક સજા, વિડીયો સોશિયલ મિડીયા પર થયો વાયરલ

સોશિયલ મિડીયા પર ઘણા પ્રકારના વિડીયો કે ફોટા દરરોજ વાયરલ થતા હોય છે.સોશિયલ મિડીયામાં ડાન્સ અથવા ઝગડાનાં વિડીયો વધુ વાયરલ થતા હોય છે.ત્યારે કેટલાક વિડીયોમાં એવુ પણ બતાવવામાં આવે જેમાં કપલ અશ્લિલ હરકત કરતા હોય

Videos Trending

સોશિયલ મિડીયા પર ઘણા પ્રકારના વિડીયો કે ફોટા દરરોજ વાયરલ થતા હોય છે.સોશિયલ મિડીયામાં ડાન્સ અથવા ઝગડાનાં વિડીયો વધુ વાયરલ થતા હોય છે.ત્યારે કેટલાક વિડીયોમાં એવુ પણ બતાવવામાં આવે જેમાં કપલ અશ્લિલ હરકત કરતા હોય. પરંતુ આ વખતે એવો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિને તેના અપરાધની સજા આપવામાં આવે છે. આ વીડિયો જોઇને તમે પણ આશ્રયચકિત થઇ જશો. વાયરલ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે એક વ્યક્તિ દ્વારા તેને નિર્દયતાથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

વાયરલ વિડીયોમાં એક વ્યક્તિને ઇ-રીક્ષા ચાલક રસ્તા વચ્ચે એક વ્યક્તિને ઘસડીને લઇ જતા નજરે પડે છે. વિડીયોમાં ઇ-રીક્ષા ચાલકને ટ્રાફિક વાળા રસ્તા પર ધણા સમય સુધી તેને રીક્ષા વડે ઘસડીને લઇ જતા જોવા મળે છે. આ વ્યક્તિને જ્યારે ઘસડીને લઇ જવામાં આવતો હતો ત્યારે રસ્તા પર ચાલતા લોકો તેને રોકવા માટે કહે છે. વિડીયોમાં થોડી વાર પછી વ્યક્તિ રસ્તા પર પડી જાય છે ત્યારે બીજો વ્યક્તિ કહે છે કે કેમ રોકુ સિલિન્ડર ચોર.

આ વિડીયોએ ઘણા યુઝર્સને ચોંકાવી દીધા હતા અને લોકો આ કૃત્ય માટે ડ્રાઈવર પર ગુસ્સે થઈ ગયા હતા. ઘણા યુઝર્સે વિવિધ પ્રકારની કોમેન્ટ કરી છે. કોઈએ લખ્યું, “મને લાગ્યું કે કોઈ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે.” તો એક યુઝરે લખ્યું કે, લોકોમાં માનવતા બાકી નથી. અન્ય ઘણા યુજર્સે પણ વિવિધ કોમેન્ટ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: