Uttarpradesh Crime News/ ઘરમાં ઘૂસીને 14 વર્ષની કિશોરી પર ગેંગરેપથી ચકચાર

ઘરમાં ઘૂસીને 14 વર્ષની કિશોરી પર ગેંગરેપથી ચકચાર

Top Stories India

Uttarpradesh News ;  : ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ઘરમાં ઘૂસીને એક કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ લખનૌનાં ગોમતી નગર વિસ્તારમાં એક સગીરા પર ત્રણ શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હતો. ચિનહટ વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરીના માતાપિતા તેના ઘર નજીક એક લગ્નપ્રસંગે હાજરી આપવા ગયા હતા. જ્યારે કિશોરી ઘરે એકલી જ હતી.

કિશોરી એકલી હોવાની જાણ થતા પડોશમાં રહેતા ત્રણ યુવકો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને  સગીરા પર ગેંગરેપ ગુજાર્યો હતો. બાદમાં ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બીજીતરફ કિશોરીએ તેના માતાપિતા ઘરે આવતા સમગ્ર હકીકતથી તેમને વાકેફ કર્યા હતા.

બાદમાં પરિવારદનો તેને લઈને ચિનહટ કોતવાલી પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરીની માતાની ફરિયાદને આધારે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં બે શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો